For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફરી યુવી-વીરુ બાકાત, ત્રીકોણીય શ્રેણી માટે ટીમ ઇન્ડિયાનું એલાન

By Super
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 17 જૂનઃ બીસીસીઆઇની રાષ્ટ્રીય પસંદગી સમિતિ દ્વારા વેસ્ટ ઇન્ડિઝ ખાતે રમાનારી ત્રીકોણીય શ્રેણી માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરી દીધી છે. જેમાં ફરી એકવાર વિસ્ફોટક બેટ્સમેન વિરેન્દ્ર સેહવાગ, મધ્યમક્રમની કરોડરજ્જૂ સમા યુવરાજ સિંહ અને ઓપનિંગ બેટ્સમેન ગૌતમ ગંભીરનો સમાવેશ કર્યો નથી અને ચેમ્પિયન્સ ટ્રોફી માટે જે ટીમ મોકલવામાં આવી છે, તેનું જ પુનરાવર્તન કર્યું છે. વેસ્ટ ઇન્ડિઝમાં જૂન 28થી ત્રીકોણીય શ્રેણીની શરૂઆત થનારી છે.

ભારત અને વેસ્ટ ઇન્ડિઝ ઉપરાંત આ ત્રીકોણીય શ્રેણીમાં ત્રીજી ટીમ શ્રીલંકાની છે. ત્રીકોણીય શ્રેણીની મેચો અંતિગુઆ, જમૈકા અને ત્રિનિદાદમાં રમાશે. નોંધનીય છે કે, હાલ ચાલી રહેલી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ટીમ દ્વારા ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, ટીમ ઇન્ડિયા લીગ સ્ટેજમાં તમામ મેચો જીતવાના રેકોર્ડ સાથે સેમીફાઇનલમાં પહોંચી ગઇ છે, તેથી હાલની ટીમમાં કોઇપણ પ્રકારને ફેરબદલ કરવાનો કોઇ પ્રશ્ન જ ઉભી થઇ રહ્યો નથી.

team-india
ત્રીકોણીય માટેની ભારતીય ટીમઃ મહેન્દ્ર સિંહ ધોની(સુકાની), શિખર ધવન, વિરાટ કોહલી, સુરૈશ રૈના, દિનેશ કાર્તિક, મુરલી વિજય, રોહિત શર્મા, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, ઇરફાન પઠાણ, ઉમેશ યાદવ, ભુવનેશ્વર કુમાર, ઇશાંત શર્મા, અમિત મિશ્રા, આર વિનય કુમાર.
English summary
The national selectors on Monday decided to retain the Indian squad that is currently taking part in the Champions Trophy for the upcoming tri-series in West Indies starting June 28.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X