For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પાકને પછાડી જીત્યો એશિયા કપ

|
Google Oneindia Gujarati News

india
ગ્વાંગઝૂ, 31 ઓક્ટોબર: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ફાઇનલ મુકાબલામાં પોતાના કટ્ટર પ્રતિસ્પર્ધિ પાકિસ્તાનને 18 રનથી હરાવીને શરૂઆતી એશિયાઇ ક્રિકેટ પરિષદનો ટ્વેન્ટી-20 એશિયા કપ જીતી લીધો છે.

ભારતે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, જોકે આખી ટીમ માત્ર 81 રનમાં જ પેવેલિયનભેગી થઇ ગઇ હતી. પરંતુ બોલરોએ શાનદાર પ્રદર્શન કરી પાકિસ્તાનને 19.1 ઓવરમાં જ 63 રન પર ઓલ આઉટ કરી ખિતાબ ભારતના નામે કરી લીધો હતો.

ભારતીય બોલરોની શાનદાર બોલિંગ રહી હતી, નિર્ધારિત ઓવરમાં ભારતીય બોલરોએ માત્ર 2 જ વાઇડ બોલ ફેંક્યા હતા. ભારતીય કપ્તાન મિતાલીરાજ ટીમનો ભાગ બની શકી ન્હોતી. પરંતુ તેણે જણાવ્યું હતું કે તેઓ સાથી ખેલાડીઓના પ્રદર્શનથી ઘણી ખુશ છે, જોકે તે આ મેચમાં રમી શકી ન હતી તેનું તેને દુ:ખ વ્યક્ત કર્યું હતું.

મિતાલીએ જણાવ્યું કે એશિયા કપને જીતવો એક શાનદાર ઉપલબ્ધી છે, કારણ કે અમારી ટીમ છેલ્લા ઘણા વર્ષોથી એકસાથે એક પરિવારની જેમ રમી રહી છે, જેમાં દરેકજણ યોગદાન આપે છે.

English summary
The Indian women's cricket team lifted the inaugural Asian Cricket Council's Twenty20 Asia Cup after beating arch-rivals Pakistan by 18 runs in a low-scoring final on Wednesday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X