For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL 2022 : ગુજરાતને હરાવી બેંગ્લોરે પ્લેઓફની આશા જીવંત રાખી, પંજાબ-હૈદરાબાદ બહાર!

ઇન્ડિયન પ્રીમિયર લીગની 15મી સિઝનની 67મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમનો સામનો ગુજરાત ટાઇટન્સ સામે થયો હતો, જ્યાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને પ્લેઓફની આશા જીવંત રાખવા માટે દરેક કિંમતે જીતની જરૂર હતી.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : ઇન્ડિયન પ્રીમિયર લીગની 15મી સિઝનની 67મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમનો સામનો ગુજરાત ટાઇટન્સ સામે થયો હતો, જ્યાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને પ્લેઓફની આશા જીવંત રાખવા માટે દરેક કિંમતે જીતની જરૂર હતી. આ કરો અથવા મરો મેચમાં ટીમ માટે RCBના સૌથી ભરોસાપાત્ર બેટ્સમેન વિરાટ કોહલીએ તેની ટીમને 8 વિકેટથી જીત અપાવી અને પ્લેઓફમાં પહોંચવાની તેની ટીમની આશા જીવંત રાખી છે. RCBની ટીમ લીગ તબક્કામાં 14 મેચ પૂરી કરી 16 પોઈન્ટ સાથે ચોથા સ્થાને પહોંચી ગઈ છે.

IPL 2022

જો કે, તેમ છતાં, હજુ સુધી પ્લેઓફમાં પહોંચવાનું નિશ્ચિત નથી, કારણ કે દિલ્હી કેપિટલ્સની ટીમ પણ મુંબઈ ઈન્ડિયન્સ સામેની છેલ્લી મેચ જીતીને 16 પોઈન્ટ મેળવી શકે છે અને તેની નેટ રન RCB કરતા સારીછે તો તે પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ શકે છે. તે ક્વોલિફાય થશે તો બેંગ્લોરની ટીમ બહાર થઈ જશે. બીજી તરફ રાજસ્થાન રોયલ્સની ટીમના પણ 16 પોઈન્ટ છે અને તેણે છેલ્લી લીગ મેચમાં CSKનો સામનો કરવાનો છે, જેની સામે તે જીતતાની સાથે જ પ્લેઓફમાં પહોંચનારી ત્રીજી ટીમ બની જશે.

કરો યા મરોની આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ગુજરાત ટાઈટન્સની ટીમે આ મેચમાં માત્ર 168 રન બનાવ્યા હતા, જેમાં કેપ્ટન હાર્દિક પંડ્યા (62), ડેવિડ મિલર (34) અને રિદ્ધિમાન સાહા (31)ની મહત્વપૂર્ણ ઈનિંગ્સનું યોગદાન હતું. જવાબમાં RCB ટીમે સિઝનની બીજી શ્રેષ્ઠ શરૂઆત કરી અને પ્રથમ વિકેટ માટે 115 રનની ભાગીદારી કરી અને ગુજરાતને મેચમાંથી બહાર કરી દીધું. આ પહેલા RCBની ટીમે પંજાબ કિંગ્સ સામે પ્રથમ વિકેટ માટે 118 રનની ભાગીદારી નોંધાવી હતી.

English summary
IPL 2022: Bangalore beat Gujarat to keep the playoff hopes alive
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X