For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL 2023 : આઈપીએલ રમવા ઓસ્ટ્રેલિયન ખેલાડીઓએ NOC લેવી પડશે, જાણો શું છે નવી પોલીસી?

હવે થોડા સમયમાં આઈપીએલ 2023 માટે ઓક્શનની તૈયારીઓ છે ત્યારે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓને લઈને એક સમાચાર સામે આવી રહ્યા છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : હવે થોડા સમયમાં આઈપીએલ 2023 માટે ઓક્શનની તૈયારીઓ છે ત્યારે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓને લઈને એક સમાચાર સામે આવી રહ્યા છે.

IPL 2023

IPL 2023 માટે ઓક્શનનું આયોજન સંભવિત ડિસેમ્બર મહિનામાં થઈ શકે છે. આ ઓક્શમમાં મોટા ખેલાડીઓ પર ફ્રેન્ચાઈઝીની નજર રહેશે. ખાસ કરીને ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓએ છેલ્લા કેટલાક વર્ષોમાં સારું પ્રદર્શન કર્યું છે. આ સ્થિતિમાં આ ખેલાડીઓ પર ફ્રેન્ચાઈઝીની ખાસ નજર રહેશે.

આ તૈયારીઓ વચ્ચે હવે સવાલ એ ઉઠી રહ્યા છે કે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ માટે કેવા પ્રકારના નિયમો હશે. ખાસ કરીને કેટલાક જાણીતા ખેલાડીઓ પેટ કમિન્સ, ડેવિડ વોર્નર જેવા ખેલાડીઓ સાથે ફ્રેન્ચાઈઝી કેવા કોન્ટ્રાક્ટ કરવા માંગે છે? જો કે આ બધા સવાલો વચ્ચે હવે એક વાત એ પણ આવી રહી છે કે, ઓસ્ટ્રેલિયન ખેલાડીઓને IPL રમવા માટે ક્રિકેટ બોર્ડના નો ઓબ્જેક્શન સર્ટિફિકેટની પણ જરૂર પડશે.

IPL ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ પાસે કેરેબિયન પ્રીમિયર લીગ અને UAE લીગમાં પણ ટીમો છે. આ સિવાય આ ટીમે યુએસ લીગમાં પણ પોતાની ટીમ ખરીદી છે. જો કે, આ લીગ હજુ શરૂ થઈ નથી. આ સિવાય મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સે પણ દક્ષિણ આફ્રિકા T20 લીગમાં ટીમો ખરીદી છે.

ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓને IPL સહિત અન્ય લીગમાં રમવા માટે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટની જરૂર પડશે. આ સાથે એ પણ જરૂરી રહેશે કે ખેલાડીઓ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓની આંતરરાષ્ટ્રીય મેચને મિસ ન કરે. જો કે હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ ખેલાડીઓને નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ આપવાના મામલે કેવા પ્રકારની નીતિ અપનાવે છે.

English summary
IPL 2023: Australian players will have to get NOC to play IPL
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X