IPL-6 હાઇલાઇટ્સ: રાજસ્થાન સામે પૂણેની શાનદાર જીત

pune warrior
પૂણે, 12 એપ્રિલ: ગઇકાલે પૂણેના સુબ્રોતો સહારા સ્ટેડિયમમાં પૂણે વોરિયર્સ અને રાજસ્થાન રોયલ્સની વચ્ચે રમાયેલા મુકાબલામાં પૂણેએ રાજસ્થાનને સાત વિકેટથી હરાવીને સતત 11 મેચમાં હારનો સિલસિલો તોડીને પોતાની જીત નોંધાવી છે. રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. રાજસ્થાને નિર્ધારિત ઓવરમાં 5 વિકેટ ગુમાવી 145 રન બનાવ્યા હતા.

હાઇલાઇટ્સ:

* આરોન ફિંચે અણનમ અર્ધસદી ફટકારતા પૂણેને જીત અપાવી દીધી. જોકે વિનિંગ શોટ રમતા યુવરાજ સિંહે છગ્ગા લગાવ્યા. જેના કારણે પૂણેની ટીમે 146 રનોના લક્ષ્યને માત્ર 18.4 ઓવરોમાં જ પાર કરી લીધું.

* પૂણેએ આઇપીએલમાં સતત હાર મેળવવાનો ક્રમ થંભાવ્યો.

* પૂણેની ટીમે ભલે હારનો ક્રમ થંભાવ્યો હોય પરંતુ દિલ્હી ડેરડેવિલ્સની ટીમે આ સિઝનમાં હજી સુધી કોઇ જીત મેળવી શકી નથી.

* આરોન ફિંચે આ સિંઝનમાં પોતાની પ્રથમ મેચ રમતા 53 બોલોમાં 64 રન બનાવ્યા. જેમાં તેમણે 6 ચોગ્ગા અને ત્રણ છગ્ગા લગાવ્યા.

* મેચ વિજેતા પારી માટે ફિંચને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો.

* ફિંચની સાથે પારીની શરૂઆત કરવા આવેલા રોબિન ઉથપ્પાએ 16 બોલમાં ત્રણ ચોગ્ગા અને બે છગ્ગા લગાવ્યા.

* યુવરાજ સિંહે શાનદાર બેક કરતા 23 બોલમાં બે ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 28 રન બનાવ્યા.

* જેમ્સ ફોકનરે ચાર ઓવરમાં 17 રન આપીને બે વિકેટ લીધી.

* જ્યારે શ્રીસંત ખુબ જ મોંઘા રહ્યો તેણે 2.4 ઓવરમાં 38 રન આપ્યા.

* રાજસ્થાન રોયલ્સના કપ્તાન રાહુલ દ્રવિડે 48 બોલોમાં આઠ ચોગ્ગાનો સામનો કરતા 54 રન બનાવ્યા.

* પૂણે તરફથી 11 ચોગ્ગા અને 8 છગ્ગા લાગ્યા.

* ભુવનેશ્વર કુમારે પોતાની પોતાના પહેલા બોલ પર કૌશલ પરેરાને આઉટ કર્યો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X