એક રનથી જીતી ચેન્નઇ સુપરકિંગ
આઇપીએલ-8ની બીજી મેચ ગઇકાલે રમાઇ ચેન્નઇમાં. ચેન્નઇ સુપરકિંગ અને દિલ્હી ડેરડેવિલ્સ વચ્ચે રમાયેલી આ રસપ્રદ મેચમાં ચેન્નઇ સુપરકિંગ એક રનની જીતી ગઇ.
ચેન્નઇએ દિલ્હીને 151 રનો લક્ષ આપ્યો હતો. જેના જવાબમાં દિલ્હીએ 20 ઓવરમાં 9 વિકેટના નુકશાને 149 રન બનાવી હારી ગઇ. એલ્બી મોર્કેલના જોરદાર પ્રયાસ બાદ પણ છક્કાના બદલે ચોગ્ગો લાગતા દિલ્હી ડેરડેવિલ્સને હારનો સામનો કરવો પડ્યો હતો.
ત્યારે આ મેચના કેટલીક ખાસ પણો જુઓ તસવીરોના માધ્યમથી..

ફેન્સે પણ કર્યું સીએસકે માટે ચીયર્સ
ચેન્નઇમાં જ યોજાયેલી ચેન્નઇ અને દિલ્હી મેચમાં ચેન્નઇના લોકોએ કરી પોતાની ટીમને ભરપૂર સપોર્ટ. દરેક છગ્ગા ચોક્કા પર સ્ટેડિયમ આખું ગૂંજી ઉઠતું ચેન્નઇને ચીયર્સ કરવા માટે.

ચીયર્સ ઓફ ચેન્નઇ
સીએસકેના ચીયર્સલીડર્સે કર્યું ચેન્નઇ સુપરકિંગ માટે ચીયર્સ. તેમના આ ચીયર્સે ક્રિકેટરોમાં ભર્યો નવો જોશ.

આઇપીએલ 8
ટોસ જીતી બેટિંગ માટે ઉતરેલી ચેન્નઇ ટીમમાં બ્રૈંજન મૈકુલમ અને ડી.આર. સ્મિથ બેટિંગ પર ઉતર્યા. પણ શરૂઆતમાં દિલ્હીના ખેલાડી યુવરાજે, મૈકુલમનો કેચ પકડી ચાર રન સાથે મૈકુલમને સ્ટેડિયમ પાછા મોકલી દીધા.

ડુ પ્લેસિસ
જો કે ત્યારબાદ ડુ પ્લેસિસ (32 રન) અને ડી સ્મિથ (34 રન) ટીમની જીતની જવાબદારી લેતા સારી લડત આપી.

મહેન્દ્રસિંહ ધોની
ત્યારબાદ ચેન્નઇની કમાન સંભાળી મહેન્દ્રસિંહ ધોનીએ 30 રન કરીને ધોનીએ પોતાની કુશળતાનો પરિચય આપી દીધો.

યુવરાજ સિંહ
ચેન્નઇએ દિલ્હી સામે 150 રનનો ખડકલો કરતા દિલ્હીએ પણ સારી લડત આપી. જેમાં યુવરાજ સિંહે 9 રન કર્યા.

આશિષ નહેરા
ચેન્નઇના બોલર આશિષ નહેરા દિલ્હીના બેસ્ટમેન શ્રેયષ ઐયરને 7 રને સ્ટેડિય ભેગો કરી દીધો.

આઇપીએલ 8
જો કે દિલ્હીની ટીમમાં અગ્રવાલ અને એલ્બી મોર્કેલને છોડીને મોટા ભાગના ખેલાડીઓ ખૂબ જ ઓછા રનમાં આઉટ થતા દિલ્હીની મુશ્કલીઓ વધી ગઇ.

એલ્બી મોર્કલ
ત્યારે દિલ્હીની જીત બધા ભાર દિલ્હીના ક્રિકેટર એલ્બી મોર્કલે પોતાના ખભા પર લઇ લીધો. મોર્કલ 73 રન સાથે નોટઆઉટ રહ્યા હતા. તેમણે છેલ્લે ટીમને જીતાડવા એક છગ્ગો મારવાનો પણ ટ્રાય કર્યો હતો જો કે ચોગ્ગા લાગતા તે ભારે નિરાશ થયા હતા.

ચેન્નઇ સુપર કિંગ
ચેન્નઇ સુપર કિંગની એક રને જીત થતા દિલ્હી ડેરડેવિલ્સના ખેલાડી યુવરાજ સિંહે, ચેન્નઇના મહેન્દ્ર સિંગ ધોનીનું અભિવાદન કર્યું હતું.

આઇપીએલ 8
ભારે રસાકસીવાળી મેચના અંતે ચેન્નઇ સુપર કિંગ પોતાની ખુશી તેમના ટીમમેટ્સ સાથે કંઇક આ રીતે મનાવી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
