For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આઇપીએલ-6: મુંબઇએ છેલ્લી ઓવરમાં ચેન્નાઇ પાસે છીનવી જીત

|
Google Oneindia Gujarati News

chennai super kings
ચેન્નાઇ, 7 એપ્રિલ: ગઇકાલે ચેન્નાઇના એમ એ ચિદમ્બરમ સ્ટેડિયમમાં મુંબઇ ઇન્ડિયન્સ અને ચેન્નાઇ સુપરકિંગ્સની વચ્ચે થયેલા રોમાંચક મુકાબલામાં મુંબઇએ 9 રનથી જીત પોતાના નામે કરી લીધી. જીતનો નિર્ણય મેચની છેલ્લી ઓવરના પહેલા બોલમાં થયો. છેલ્લી ઓવરમાં ચેન્નાઇને જીતવા માટે 12 રનની જ જરૂર હતી. કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની વિકેટ પર હતા અને મુનાફની આ ઓવરના પહેલા બોલમાં જ ધોનીએ બોલને બાઉન્ડ્રી બાજું ફેંકી દીધો પરંતુ, કિરોન પોલાર્ડે શાનદાર કેચ પકડીને ચેન્નાઇની જીતની સંભાવનાઓ સમાપ્ત કરી નાખી.

આ પહેલા મુંબઇ ઇન્ડિયન્સના કપ્તાન રિકી પોન્ટિગે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મુંબઇની શરુઆત ખરાબ રહી અને બંને દિગ્ગજ ખેલાડી રિકી અને સચિન તેંડુલકર પેવેલિયનભેગા થઇ ગયા. ત્યારબાદ દિનેશ કાર્તિકે 25 બોલમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 37, કીરોન પોલાર્ડે 57, અને હરભજનના 21 રનની મદદથી મુંબઇએ 146 રન બનાવી શક્યું.

લક્ષ્યનો પીછો કરતા ચેન્નાઇ ટીમ ઉપરી ક્રમના બેટ્સમેનો મોટો સ્કોર નોંધાવી શક્યા નહી, અને જ્યારે એવું લાગી રહ્યું હતું કે ચેન્નાઇ સરળતાથી આ મેચ હારી જશે ત્યારે કપ્તાન ધોનીએ પોતાના હેલિકોપ્ટર શોટ્સની મદદથી એકવાર ફરી જીતની આશા જગાવી, પરંતુ મુનાફ પટેલની ઓવરમાં ધોનીના કેચ આઉટ થઇ જવાથી મુંબઇની જીત પાક્કી થઇ ગઇ.

English summary
Mumbai Indians defeated the formidable Chennai Super Kings in their own backyard for their first win in the Indian Premier League here Saturday. The visitors pulled off a stunning win after Chennai fell short of their 148 for six by nine runs.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X