For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL સ્પોટ ફિક્સિંગ : મયપ્પન અને વિંદુને મળ્યા જામીન

|
Google Oneindia Gujarati News

vindu-meiyappan
મુંબઇ, 4 જૂન : આઇપીએલની મેચોમાં સ્પોટ ફિક્સિંગ મામલે ધરપકડ કરવામાં આવેલા અને 14 દિવસ સુધી જેલમાં મોકલવામાં આવેલા બીસીસીઆઇ પ્રમુખ એન શ્રીનિવાસનના જમાઇ ગુરુનાથ મયપ્પન અને અભિનેતા તથા વચેટિયા તરીકે કામ કરતા વિંદુ દારા સિંગને જામીન મળી ગયા છે. મુંબઇની કોર્ટે આ બંનેને રૂપિયા 25,000 - 25,000ના વ્યક્તિગત બોન્ડ (ખત) પર સશર્ત જામીન આપ્યા છે.

મુંબઇની કોર્ટે જામીન આપતા પહેલા શરત મૂકી છે હતી કે બંને દેશ છોડીને ક્યાંય જઇ શકશે નહીં. આ ઉપરાંત બંનેએ સપ્તાહમાં બે વાર મુંબઇ ક્રાઇમ બ્રાન્ચમાં હાજરી આપવી પડશે. વિંદુ દારા સિંગ અને મયપ્પન ઉપરાંત પ્રેમ તનેજા અને અલ્પશ પટેલના પણ જામીન આપવામાં આવ્યા છે. પાછલા દિવસોમાં મુંબઇ પોલીસે જ આ બંનેની ધરપકડ કરી છે.

ઉલ્લેખનીય છે કે આઇપીએલમાં સ્પોટ ફિક્સિંગ મામલે રાજસ્થાન રોયલ્સના ત્રણ ખેલાડીઓની પૂછપરછમાંથી મળેલી કડીઓને આધારે ગુરુનાથ મયપ્પનની 23 મે, 2013ની રાત્રે મુંબઇમાંથી ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે અભિનેતા વિંદુ દારા સિંહ રંધાવાને 21 મે, 2013ના રોજ પોલીસે ધરપકડ કરી હતી.

ગઇ કાલે 3 જૂન, 2013ના રોજ આઇપીએલ સટ્ટેબાજી મામલાના આરોપી ગુરુનાથ મયપ્પન અને વિંદૂ દારા સિંહના પોલીસ રિમાન્ડ પૂરા થઇ ગયા હતા. જેથી મુંબઇ પોલીસે બંનેને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બંનેને 14 જૂન સુધી જેલના હવાલે કરી દેવાનો આદેશ આપ્યો હતો.

English summary
IPL Spot Fixing : Meiyappan and Vindu gets bail.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X