રાજસ્થાન રોયલ્સના ત્રણ ખેલાડીઓનો કોન્ટ્રાક્ટ રદ, FIR દાખલ

રાજસ્થાન રોયલ્સના ચેરમેન રંજીત બડઠાકુરે એક નિવેદનમાં કહ્યું હતું કે 'અધિકારીઓ દ્વારા મળેલી સુચનાના આધારે ત્રણેય ખેલાડીઓનો કોન્ટ્રાક્ટ તપાસ પુરી થાય ત્યાં સુધી રદ કરવામાં આવે છે.
તેમને કહ્યું હતું કે 'અમે ત્રણેય ખેલાડીઓ વિરૂદ્ધ દિલ્હી પોલીસ પાસે એફઆઇઆર પણ દાખલ કરાવી દિધી છે. આઇપીએલમાં ગત સપ્તાહે સૉટ ફિક્સિંગ સ્કેંડલનો પર્દાફાશ થયો હતો જેમાં રાજસ્થાન રોયલ્સના એસ શ્રીસંત, અજીત ચંદીલા અને અંકિત ચૌહાણની ધરપકડ કરવામાં આવી હતી. આઇપીએલની બાકીની ચાર ટીમોની સુરક્ષા વધારી દેવામાં આવી છે અને દરેક ટીમની સાથે તેમની ભ્રષ્ટાચાર નિરોધક એકમના એક અધિકારી રહેશે.
બડઠાકુરે કહ્યું હતું કે ટીમોની સુરક્ષા વધારી દેવામાં આવી છે. ફ્રેંચાઇઝી દિલ્હી, જયપુર અને મુંબઇ પોલીસના સતત સંપર્કમાં રહે છે. રાજસ્થાને કહ્યું હતું કે ફ્રેંચાઇઝીના આંતરિક ઉપાય શરૂ કરી દિધા છે.
ટીમે કહ્યું હતું કે અમે વધારાના આંતરિક ઉપાય શરૂ કરી દિધા છે. તેમાં ખેલાડીઓનો સંપૂર્ણ સહયોગ છે. અમે સારાની રક્ષા કરીશું પરંતુ ખરાબ માટે સજાની માંગણી કરીશું.












Click it and Unblock the Notifications
