હાર બાદ જયવર્દેનેએ છોડ્યું ટી-20નું સુકાનીપદ

વન-ડે અને ટી-20માં જોવામા આવે તો શ્રીલંકાને ચોથી વખત કોઇ વિશ્વકપની ફાઇનલમાં હારનો સ્વાદ ચાખવો પડ્યો છે. પોતાની ધરતી પર રમાયેલા ટી-20 વિશ્વકપને જીતવાની આશા રાખી રહેલા શ્રીલંકાને ફાઇનલમાં વેસ્ટઇન્ડિઝના કારણે પરાજયનો સામનો કરવો પડ્યો છે.
આ પરાજય બાદ મહેલા જયવર્દનેએ ટી-20નું સુકાનીપદ છોડવાની જાહેરાત કરી છે. જો કે, મહેલાએ સુકાનીપદ છોડવા પાછળનું કોઇ ખાસ કારણ જણાવ્યું નથી. મહેલા પહેલા કુમાર સંગાકારાએ 2011માં વનડે વિશ્વકપમાં ફાઇનલમાં ભારત સામે મળેલા પરાજય બાદ સુકાનીપદ છોડી દીધું હતું.
વર્ષ 2007માં વનડે વિશ્વકપમાં પણ શ્રીલંકાનો ઓસ્ટ્રેલિયા સામે ફાઇનલમાં પરાજય થયો હતો, જ્યારે 2009માં ટી-20 વિશ્વકપની ફાઇનલમાં શ્રીલંકાને પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો.












Click it and Unblock the Notifications
