For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ક્રિકેટર જેસી રાઇડરની ધોલાઇ, હાલત ગંભીર

|
Google Oneindia Gujarati News

jess-ryder
ક્રાઇસ્ટચર્ચ, 28 માર્ચઃ આ સમાચાર ક્રિકેટ જગત માટે ખરાબ છે. ન્યૂઝીલેન્ડના ઓલરાઉન્ડર ખેલાડી જેસી રાઇડરની હાલત નાજુક છે. આઇપીલ સ્ટાર પ્લેયર જેસી રાઇડરની કેટલાક અજાણ્યા લોકોએ ધોલાઇ કરી છે. ધોલાઇથી તેની હાલત નાજુક થઇ ગઇ છે. ડોક્ટર્સે તેની હાલત અંગે ચિંતા વ્યક્ત કરી છે. તે હાલ કોમામાં છે.

માહિતી અનુસાર રાઇડર પોતાની સ્થાનિક વેલિંગ્ટન ટીમના ખેલાડીઓ સાથે બારમાં ગયો હતો. જ્યાં તેનો ઝઘડો થઇ ગયો. ઝઘડા બાદ ચાર લોકોએ તેના પર હુમલો કર્યો. હુમલાખોરોએ તેની સાથે જોરદાર મારપીટ કરી અને તેને જમીન પર પાડી દીધો અને તેને ગડદાપાટૂનો માર માર્યો. જેના કારણે રાઇડરની હાલત ગંભીર થઇ ગઇ. તેને તુરત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

ડોક્ટર્સે તેની હાલત ગંભીર ગણાવી છે. ડોક્ટર્સે જણાવ્યા પ્રમાણે ધોલાઇના કારણે તેને માથા પર ગંભીર ઇજા પહોંચી છે. તેણે આઇસીયુમાં રાખવામાં આવ્યો છે. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે ઝઘડાની પૃષ્ટિ કરતા કહ્યું કે મામલાની તપાસ કરવામાં આવી રહી છે અને અહેવાલ ટૂંક સમયમાં રજૂ કરવામાં આવશે. નોંધનીય છે કે રાઇડર આઇપીએલ રમવા માટે ભારત રવાના થવાનો હતો.

આ વર્ષે રાઇડર દિલ્હી ડેરડેવિલ્સ તરફથી રમવાનો છે. દિલ્હીની ટીમે અંદાજે 1.63 કરોડ રૂપિયામાં તેની સાથે કોન્ટ્રાક્ટ કર્યો છે. આ પહેલા તે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પૂણે વોરિયર તરફથી રમી ચૂક્યો છે. રાઇડર આ પહેલા પણ ઘણી વખત દારૂ પીવાના કારણે ટીમમાંથી બહાર થઇ ચૂક્યો છે. તેણે અત્યાર સુધી 18 ટેસ્ટ મેચોમાં 1269 રન બનાવ્યા છે, જ્યારે 39 વનડે મેચોમાં તેણે 1100 રન કર્યા છે.

English summary
New Zealand cricketer Jesse Ryder is in a critical condition in Christchurch Hospital after suffering severe head injuries in a late night assault outside a bar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X