દાનિશ કનેરિયા પર આજીવન પ્રતિબંધ યથાવત રહેશે

ઇસીબીએ કનેરિયાને એસેક્સના પોતાના તત્કાલિન સાથી મર્વિન વેસ્ટફીલ્ડને જાણીજોઇને ખરાબ પ્રદર્શન કરવા માટે દોષી ગણવામાં આવ્યા હતા. દાનિશ કનેરિયાએ 2009માં વેસ્ટફીલ્ડને કાઉન્ટીની સીમિત ઓવરોના મેચમાં નિશ્વિત રકમના અવેજમાં નિર્ધારીત રન આપવા માટે મનાવવામાં આવ્યો હતો. દાનિશ કનેરિયાએ આજીવન પ્રતિબંધ વિરૂદ્ધ અપીલ કરી હતી પરંતુ શિસ્ત કમિશને તેને નામંજૂર કરી દિધી હતી. મંગળવારે ચૂકાદા બાદ ઇસીબીના અધ્યક્ષ જાઇલ્સ ક્લાર્કે દાનિશ કનેરિયાને આ મુદ્દે સત્ય બોલવાની અપીલ કરી હતી.
તેમને કહ્યું હતું કે હવે સમય આવી ગયો છે દાનિશ કનેરિયા આ ભ્રષ્ટ ગતિવિધિઓમાં પોતાની સંલિપ્તતા પર સત્ય બોલે અને પોતાને નિર્દોષ ગણાવી પાકિસ્તાની ક્રિકેટ પ્રેમીઓને મુર્ખ બનાવવાનું બંધ કરે. દાનિશ કનેરિયા પર ભલે ઇસીબીએ પ્રતિબંધ લગાવ્યો હોય પરંતુ આઇસીસીના અંતગર્ત આવનાર બધા બોર્ડ કોઇપણ દેશ દ્વારા આપવામાં આવેલી સજાને સ્વિકાર કરે છે.












Click it and Unblock the Notifications
