For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારત-પાક ક્રિકેટથી સુધરશે સંબંધોઃ કપિલ દેવ

By Super
|
Google Oneindia Gujarati News

Kapil Dev
આગરા, 7 નવેમ્બરઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સુકાની કપિલ દેવે કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટના સંબંધોને મંજૂરી 'એક સારો ઘટનાક્રમ' છે. મહેરબાની કરીને ખેલને રાજકારણ સાથે ના જોડો.

મંગળવારે સેન્ટ પીટર્સ કોલેજના 166માં વાર્ષિક ખેલ સમારોહ દરમિયાન કપિલે કહ્યું કે ડિસેમ્બર-જાન્યુઆરીમાં થનારા વનડે અને ટી-20 શ્રેણીથી ભારત અને પાકિસ્તાનના અંગત સંબંધો સુધરશે.

બન્ને દેશો પાંચ વર્ષના વનવાસ પછી દ્વિપક્ષીય શ્રેણી હેઠળ એકબીજા સાથે ટકરાશે. વર્ષ 2008માં મુંબઇ પર થયેલા આંતકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઇ અંગત શ્રેણી યોજાઇ નહોતી.

કપિલે કહ્યું કે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે થનારી ટેસ્ટ શ્રેણી દરમિયાન ભારતીય ટીમને નિશ્ચિતપણે વીવીએસ લક્ષ્મણ, રાહુલ દ્રવિડ અને અનિલ કુંબલે જેવા મહાન ખેલાડીઓની ખોટ સાલશે. કપિલે કહ્યું કે, આ ખેલાડીઓનું સ્થાન ભરવું મુશ્કેલ છે.

કપિલના સાથોસાથ ટીમમાં સામેલ ખેલાડીઓના વખાણ પણ કર્યા હતા.

English summary
Former Indian captain Kapil Dev says the resumption of sub continental cricket links is a good development.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X