ભારત 354/6: સચિને કર્યા નાખુશ, રોહિતની અણનમ સદીએ કર્યા ખુશ
કોલકાતા, 7 નવેમ્બર: પોતાની પદાર્પણ મેચમાં શાનદાર સદી લગાવનાર રોહિત શર્મા (અણનમ 127) અને રવિચંદ્ર અશ્વિન(અણનમ 92)ની મદદે ભારતીય ટીમે ગુરુવારે કોલકાતાની ઇડન ગાર્ડન્સમાં પ્રથમ ટેસ્ટ મેચના બીજા દિવસે વેસ્ટઇન્ડિઝ પર 120 રનોની બઢત બનાવી લીધી છે. રોહિત શર્મા અને સ્પિન બોલર અશ્વિનની વચ્ચે સાતમી વિકેટ માટે 198 રનોની અણનમ ભાગીદારીના કારણે ભારતે વેસ્ટઇન્ડિઝની પ્રથમ પારીમાં 234 રનોના જવાબમાં બીજા દિવસની મેચ સમાપ્ત થવા સુધી છ વિકેટના નુકસાન પર 354 રનોનો સ્કોર બનાવી લીધો છે.
એમ્પાયરના ખોટા નિર્ણયે સચિનના ચાહકોને કર્યા નિરાશ:
ગુરુવારના રોજ ઇડન ગાર્ડનના મેદાન પર એ સમયે નિરાશા છવાઇ ગઇ જ્યારે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર માત્ર 10 રન બનાવીને પેવેલિયન ભેગા થઇ ગયા. આ રીતે ટીમ ઇન્ડિયાને 82 રન પર ચોથો ઝટકો લાગ્યો. શેન શિલિંગફોર્ડના ખાતામાં તેંડુલકરની વિકેટ ગઇ. એમ્પાયરે સચિનને એલબીડબલ્યુ આઉટ જાહેર કર્યો જોકે ખરેખર તે આઉટ ન્હોતો. તેંડુલકરે બે ક્લાસિક શોટ્સ ફટકાર્યા. 6 બોલમાં કોઇ ખાતુ ખોલાવ્યું નહીં, અને સાતમાં બોલમાં સચિને શાનદાર ચોગ્ગો ફટકાર્યો.
સચિન તેંડુલકર એલબીડબ્લ્યૂ આઉટ અપાયો જોકે રિપ્લેમાં સ્પષ્ટ દેખાતુ હતું કે અમ્પાયરની ભૂલના કારણે સચિનને ખોટો આઉટ આપવામાં આવ્યો હતો. અને આ રીતે સચિનના ચાહકોમાં નિરાશા પ્રવર્તિ ગઇ. કમેન્ટેટરોએ પણ અમ્પાયરના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા. પોતે સચિન પણ આ નિર્ણથી નાખુશ જણાયા. સામાન્ય રીતે સચિન એમ્પાયરના નિર્ણયથી નારાજ નથી હોતા, જ્યાં સુધી તેમને એ નિર્ણય અંગે શંકા ના હોય.
આ પહેલા ગુરુવારે વેસ્ટ ઇન્ડિઝની સામે ભારતની શરૂઆત સારી રહી ન્હોતી અને ટીમ ઇન્ડિયાએ સવારે ઉવળે ત્રણ વિકેટ ગુમાવી દીધી. આજે ભારતે પ્રથમ દિવસના સ્કોર શૂન્ય વિકેટે 37 રનથી આગળ રમવાનું ચાલુ કર્યું.
ભારતની પ્રથમ વિકેટ 42 રનના સ્કોર પર શિખર ધવનના રૂપમાં પડી. ધવનને શિલિંગફોર્ડે 23 રનના સામાન્ય સ્કોર પર બોલ્ડ કરી દીધા. ત્યાર બાદ તુરત 57 રનના સ્કોર પર શિલિંગફોર્ડે બીજા ઓપનર મુરલી વિજયને વિકેટકીપર દિનેશ રામદીનના હાથે સ્ટંપ આઉટ કરાવી દીધો. મુરલી વિજયે 26 રનોની પારી ખેલી. ભારતની ત્રીજી વિકેટ પુજારા (17)ના રૂપમાં 79 રનના સ્કોર પર પડી.
રોહિતની પ્રથમ ટેસ્ટમાં જ સદી:
વેસ્ટઇન્ડિઝની સામે પહેલી ટેસ્ટ મેચના બીજા દિવસે કોલકાતાના ઇડન ગાર્ડન્સમાં પોતાની વિદાઇ શ્રેણીમાં સચિન તેંડુલકરના સસ્તામાં આઉટ થઇ ગયાના કારણે દર્શકોમાં ઉદાશીનું મોઝું ફરી વળ્યું હતું, પરંતુ પોતાના પહેલી જ મેચમાં સદી ફટકારીને રોહિત શર્માએ દર્શકોના ઉત્સાહને ફરીથી તાજો કરી દીધો હતો. એક સમયે ભારત 100 રનની અંદર 5 વિકેટ ગુમાવી બેઠું હતું. પરંતુ રોહિતે કમાન સંભાળતા ભારતને સંકટમાંથી બહાર કાઢ્યું અને ટીમને વેસ્ટઇન્ડિંઝ સામે બઢત પણ અપાવી દીધી. પોતાની પારીથી રોહિતે ભારતનો સ્કોર 300થી પાર પહોંચાડી દીધો.
કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની(42) અને રોહિત શર્માએ છઠ્ઠી વિકેટ માટે 73 રનોની ભાગીદારી કરી. ધોનીને 156ના કુલ યોગ પર વિકેટની પાછળ કેચ કરાવીને ટિનો બેસ્ટે આ ભાગીદારીને તોડી પાડી. ધોનીએ 63 બોલની પોતાની પારીમાં 5 ચોગ્ગા લગાવ્યા.
ધોની બાદ બેટિંગ કરવા આવેલા અશ્વિને રોહિતનો ભરપૂર સાથ આપ્યો અને ટીબ્રેક સુધી સાતમી વિકેટ માટે 73 રનોની ભાગીદારી કરી લીધી. શર્માએ પોતાની અર્ધસદી પારીમાં આઠ ચોગ્ગા લગાવ્યા છે, જ્યારે અશ્વિન પાંચ લગાવી ચૂક્યા છે.
મેચના બીજા દિવસે આજે લંચ સુધી ટીમ ઇન્ડિયા પોતાની પહેલી પારીમાં સચિન સહિત 6 વિકેટ ગુમાવી બેઠી છે અને સ્કોર બોર્ડ પર માત્ર 120 રન હતા. કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની 42 રન બનાવી આઉટ થયા. જ્યારે પોતાની પ્રથમ ટેસ્ટ મેચ રમી રહેલા રોહિત શર્માએ 126 રન સાથે સદી જમાવી દીધી છે, જ્યારે અશ્વિને અર્ધસદી સાથે 90 રન બનાવી ક્રિઝ પર છે. જ્યારે શિલિંગફોર્ડે ચાર વિકેટ પોતાના નામે કરી લીધી છે જેમાં સચિનનો પણ સમાવેશ થાય છે.

કોલકાતા ટેસ્ટ: બીજા દિવસની રમત
ભારત 354/6: સચિને કર્યા નાખુશ,રોહિતની અણનમ સદીએ કર્યા ખુશ

કોલકાતા ટેસ્ટ: બીજા દિવસની રમત
ભારત 354/6: સચિને કર્યા નાખુશ,રોહિતની અણનમ સદીએ કર્યા ખુશ

કોલકાતા ટેસ્ટ: બીજા દિવસની રમત
ભારત 354/6: સચિને કર્યા નાખુશ,રોહિતની અણનમ સદીએ કર્યા ખુશ

કોલકાતા ટેસ્ટ: બીજા દિવસની રમત
ભારત 354/6: સચિને કર્યા નાખુશ,રોહિતની અણનમ સદીએ કર્યા ખુશ

કોલકાતા ટેસ્ટ: બીજા દિવસની રમત
ભારત 354/6: સચિને કર્યા નાખુશ,રોહિતની અણનમ સદીએ કર્યા ખુશ

કોલકાતા ટેસ્ટ: બીજા દિવસની રમત
ભારત 354/6: સચિને કર્યા નાખુશ,રોહિતની અણનમ સદીએ કર્યા ખુશ

કોલકાતા ટેસ્ટ: બીજા દિવસની રમત
ભારત 354/6: સચિને કર્યા નાખુશ,રોહિતની અણનમ સદીએ કર્યા ખુશ

કોલકાતા ટેસ્ટ: બીજા દિવસની રમત
ભારત 354/6: સચિને કર્યા નાખુશ,રોહિતની અણનમ સદીએ કર્યા ખુશ

કોલકાતા ટેસ્ટ: બીજા દિવસની રમત
ભારત 354/6: સચિને કર્યા નાખુશ,રોહિતની અણનમ સદીએ કર્યા ખુશ

કોલકાતા ટેસ્ટ: બીજા દિવસની રમત
ભારત 354/6: સચિને કર્યા નાખુશ,રોહિતની અણનમ સદીએ કર્યા ખુશ

કોલકાતા ટેસ્ટ: બીજા દિવસની રમત
ભારત 354/6: સચિને કર્યા નાખુશ,રોહિતની અણનમ સદીએ કર્યા ખુશ