કુમાર સંગાકારાએ તોડ્યો રાહુલ દ્રવિડનો રેકોર્ડ
ગાલે, 9 ઑગસ્ટઃ શ્રીલંકન બેટ્સમેન કુમાર સંગાકારાએ શુક્રવારે ભારતના પૂર્વ સુકાની રાહુલ દ્રવિડના 36 ટેસ્ટ સદીના રેકોર્ડને તોડી નાંખ્યો છે અને કારકિર્દીની 37મી સદી ફટકારી છે. ડાબોડી બેટ્સમેન સંગાકારા વિશ્વ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનારો ચોથો ખેલાડી બની ગયો છે. 36 વર્ષિય શ્રીલંકન ખેલાડીએ તેની 127મી ટેસ્ટ મેચમાં પાકિસ્તાન સામેની ટેસ્ટમાં ત્રીજા દિવસે અણનમ 102 રન ફટકાર્યા હતા.
નોંધનીય છેકે પાકિસ્તાન સામેની બે ટેસ્ટ મેચની શ્રેણી સંગાકારાના જૂના સાથી અને શ્રીલંકાના પૂર્વ સુકાની મહિલા જયવર્દનેની છેલ્લી ટેસ્ટ શ્રેણી છે. તેમણે આ શ્રેણીની પહેલી ટેસ્ટ મેચમાં શતકીય ભાગીદારી નોંધાવી છે. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સદીની વાત કરવામાં આવે તો ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરે સૌથી વધારે 51 સદી ફટકારી છે. તો ચાલો તસવીરો થકી વિશ્વ ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનારા ટોપ પાંચ ખેલાડીઓ અંગે જાણીએ.
આ પણ વાંચોઃ- માન્ચેસ્ટર ટેસ્ટઃ ધોનીએ પહેલા દિવસે કર્યો રેકોર્ડનો વરસાદ
આ પણ વાંચોઃ- ટોપ 20 બેટ્સમેન, જેમણે ઘર આંગણે પણ કર્યો છે રનનો ખડકલો
આ પણ વાંચોઃ- ઇંગ્લેન્ડે સારી બોલિંગ કરી છતાં અમે મેચમાં છીએઃ અશ્વિન

સચિન તેંડુલકર
સદીઃ- 51
ટેસ્ટ મેચઃ- 200

જેક કાલિસ
સદીઃ- 45
ટેસ્ટ મેચઃ- 166

રિકી પોન્ટિંગ
સદીઃ- 41
ટેસ્ટ મેચઃ- 168

કુમાર સંગાકારા
સદીઃ- 37
ટેસ્ટ મેચઃ- 127

રાહુલ દ્રવિડ
સદીઃ- 36
ટેસ્ટ મેચઃ- 164












Click it and Unblock the Notifications
