For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માન્ચેસ્ટર ટેસ્ટઃ ધોનીએ પહેલા દિવસે કર્યો રેકોર્ડનો વરસાદ

|
Google Oneindia Gujarati News

માન્ચેસ્ટર ખાતે ભારતીય ક્રિકેટ ટીમ દ્વાર અત્યંત ખરાબ પ્રદર્શન કરવામાં આવ્યું છે. ભારતે ટોસી જીતીને પહેલા બેટિંગ કર્યું અને ટીમમાં ત્રણ ફેરબદલ પણ કર્યાં પરંતુ શિખર ધવનના બદલે ટીમમાં સમાવાયેલા ગૌતમ ગંભીરે જેવી આશા રાખવામાં આવી રહી હતી તે પ્રમાણે પ્રદર્શન કર્યું નથી અને તે નિષ્ફળ નિવડ્યો છે. આ સાથે જ બ્રોડને વેધક બોલિંગ સામે ભારતના બેટ્સમેન વામણા પૂરવાર થયા હતા.

પૂજારા, કોહલી, મુરલી વિજય, રવિન્દ્ર જાડેજા જેવા બેટ્સમેન ખાતું ખોલાવ્યા વગર ઇંગ્લેન્ડના બોલરનો શિકાર બની ગયા હતા. જેના કારણે ઇંગ્લેન્ડ પહેલી ઇનિંગમાં માત્ર 152 રન જ બનાવી શક્યું હતું. બીજી તરફ ઇંગ્લેન્ડે પહેલા દિવસના અંતે ત્રણ વિકેટ ગુમાવી દીધી છે અને 113 રન બનાવ્યા છે. આ મેચ સાથે જ ભારતીય ક્રિકેટ ટીમના સુકાની મહેન્દ્ર સિંહ ધોનીએ કેટલાક રેકોર્ડ બનાવ્યા છે, જે અહીં તસવીરો થકી જણાવવામાં આવ્યા છે, તો ચાલો તેના પર નજર ફેરવીએ.

આ પણ વાંચોઃ- માન્ચેસ્ટર ટેસ્ટઃ ભારતીયો કરશે અઝહર-દોશી જેવો કમાલ
આ પણ વાંચોઃ- માન્ચેસ્ટર ટેસ્ટઃ વિરોધી ટીમના 8/4, ઇંગ્લેન્ડે ગુમાવી છે મેચ
આ પણ વાંચોઃ- માન્ચેસ્ટરમાં ભાવુક થઇ ટીમ ઇન્ડિયા

1000 રન કરનાર આઠમો વિકેટકીપર

1000 રન કરનાર આઠમો વિકેટકીપર

ઇંગ્લેન્ડ સામે 1000 રન કરનાર ધોની આઠમો વિકેટકીપર બેટ્સમેન બની ગયો છે. તેણ 20મી ટેસ્ટમાં 32.75ની એવરેજથી 1048 રન બનાવ્યા છે. જોકે રોડની માર્શે(ઓસ્ટ્રેલિયા)એ 42 ટેસ્ટમાં ઇંગ્લેન્ડ વિરુદ્ધ 27.21ની એવરેજથી 1633 રન બનાવ્યા છે.

વિકેટકીપર દ્વારા સૌથી વધુ ટેસ્ટ અડધી સદી

વિકેટકીપર દ્વારા સૌથી વધુ ટેસ્ટ અડધી સદી

ધોનીએ ઇંગ્લેન્ડમાં સાત અડધી સદી લગાવી છે. ઇંગ્લેન્ડ વિરુદ્ધ ઇંગ્લેન્ડમાં એક વિકેટકીપર દ્વારા સૌથી વધુ અડધી સદી ફટકારવાનો રેકોર્ડ હવે ધોનીના નામે પણ છે. આ પહેલા દક્ષિણ આફ્રિકાના જ્હોન વેઇટે ઇંગ્લેન્ડમાં ઇંગ્લેન્ડ વિરુદ્ધ સાત અડધી સદી ફટકારી હતી.

સૌરવ ગાંગુલીનો રેકોર્ડ તોડ્યો

સૌરવ ગાંગુલીનો રેકોર્ડ તોડ્યો

ઇંગ્લેન્ડમાં રમાયેલી ટેસ્ટ મેચોમાં ધોનીએ સુકાની તરીકે પાંચમી અડધી સદી લગાવી છે. જે તેની કારકિર્દીની 32મી અડધી સદી છે. તેણે માન્ચેસ્ટર ખાતે 133 બોલમાં 71 રન કરતાની સાથે જ સૌરવ ગાંગુલીને ઇંગ્લેન્ડમાં ચાર ટેસ્ટ સદી સુકાની તરીકે મારવાના રેકોર્ડને તોડી નાંખ્યો છે.

માન્ચેસ્ટર ટેસ્ટનો પ્રથમ દિવસ

માન્ચેસ્ટર ટેસ્ટનો પ્રથમ દિવસ

પ્રથમ દિવસની રમત અંગે વાત કરવામાં આવે તો ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા પ્રથમ ઇનિંગમાં 152 રન બનાવ્યા છે. જેમાં ભારત તરફથી વિજય 0, ગંભીર 4, પૂજારા 0, કોહલી 0, રહાણે 24, ધોની 71, જાડેજા 0, અશ્વિન 41, ભુવનેશ્વર કુમાર 0, એરોન 1 અને પકંજ સિંહે 0 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડ તરફથી બ્રોડે 6, એન્ડરસને 3 અને જોર્ડને એક વિકેટ લીધી હતી. ઇંગ્લેન્ડે પ્રથમ દિવસના અંતે ત્રણ વિકેટ ગુમાવીને 113 રન બનાવ્યા છે. જેમાં કૂક 17, રોબસન 6, બેલેન્સ 37, ઇયાન બેલ 45(રમતમાં) અને જોર્ડન રમતમાં છે. ભારત તરફથી એરોને 2 અને ભુવનેશ્વર કુમારે 1 વિકેટ લીધી હતી.

English summary
Manchester test: Dhoni surpasses dada's record in England
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X