ઇંગ્લેન્ડે સારી બોલિંગ કરી છતાં અમે મેચમાં છીએઃ અશ્વિન
માન્ચેસ્ટર, 8 ઑગસ્ટઃ ભારતના ઓફ સ્પિનર આર અશ્વિને આશા વ્યક્ત કરી છેકે શુક્રવારે બીજા દિવસે તેમના અનેક બોલર્સ ઇંગ્લેન્ડને ચોથી ટેસ્ટમાં પોતાની પકડ મજબૂત બનાવતા અટકાવશે. આ સાથે જ અશ્વિને ભારતની પહેલી ઇનિંગ દરમિયાન પોતાની આઉટ થવાની રીત અંગે પણ નિરાશા વ્યક્ત કરી છે.
ભારતીય ટીમ પહેલી ઇનિંગમાં 152 રન જ બનાવી શક્યું હતું. જેના જવાબમાં ઇંગ્લેન્ડે બીજા દિવસે રમત આગળ વધારતા 6 વિકેટ ગુમાવીને 190 રન બનાવી લીધા છે. પ્રથમ દિવસની રમત પૂર્ણ થયા બાદ પીચ અંગે પૂછવામાં આવેલા પ્રશ્ન કે શું આ એવી વિકેટ હતી કે જ્યાં ટીમ 150 રન પર આઉટ થઇ શકે છે, તો અશ્વિને કહ્યું કે, આ પીચ પર કોઇ સંખ્યા નક્કી કરી શકાય નહીં.
તેમણે કહ્યું કે, આ પીચ પર બોલર્સ માટે કંઇક હતું અને ઇંગ્લેન્ડના બોલર્સે ઘણી સારી બોલિંગ કરી. કદાચ અમે વધુ રન બનાવી શક્યા હોત. આપણે હંમેશા વધુ રન ઇચ્છતા હોઇએ છીએ પરંતુ અમે અંતમાં કેટલીક વિકેટ હાંસલ કરીને સારું કર્યું અને અમે હજું પણ મેચમાં બનેલા છીએ. પહેલા દિવસે ભારતે ઇંગ્લેન્ડની ત્રણ વિકેટ પાડી દીધી હતી.
આ પણ વાંચોઃ- માન્ચેસ્ટર ટેસ્ટઃ ધોનીએ પહેલા દિવસે કર્યો રેકોર્ડનો વરસાદ
આ પણ વાંચોઃ- માન્ચેસ્ટરમાં ભાવુક થઇ ટીમ ઇન્ડિયા
આ પણ વાંચોઃ- માન્ચેસ્ટર ટેસ્ટઃ વિરોધી ટીમના 8/4, ઇંગ્લેન્ડે ગુમાવી છે મેચ

ભારતે આઠ રનમાં ગુમાવી ચાર વિકેટ
ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને સ્ટુઅર્ટ બ્રોડ(25 રનમાં છ વિકેટ) અ જેમ્સ એન્ડરસન(46 રનમાં ત્રણ વિકેટ)ની ધારદાર બોલિંગની સામે ભારતે પહેલી છ ઓવરમાં જ આઠ રનના સ્કોર પર ચાર વિકેટ ગુમાવી દીધી હતી.

ધોનીના પહેલી બેટિંગ કરવાના નિર્ણય અંગે અશ્વિનનું મંતવ્ય
વાદળછાયું વાતાવરણ હોવા છતાં ધોનીએ પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, જે અંગે અશ્વિને જણાવ્યું કે, દરેક મેચોમાં વિકેટ મહદઅંશે ઘણી સમાન હતી, પરંતુ સ્થિતિ અલગ હતી. ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય સંપૂર્ણપણે પ્રબંધનનો હતો. અંતમાં તેમણે ઘણી સારી બોલિંગ કરી અને સ્થિતિનો સંપૂર્ણ ફાયદો ઉઠાવ્યો.

ચોથી મેચમાં અશ્વિનનું પ્રદર્શન
પાંચ મેચોની શ્રેણીમાં પહેલી ત્રણ મેચમાં અશ્વિનનો સમાવેશ કરવામાં આવ્યો નહોતો. ચોથી મેચમાં અશ્વિનને અંતિમ ઇલેવનમાં સમાવવામાં આવ્યો હતો. અશ્વિને 40 રનની ઇનિંગ રમવા ઉપરાંત સાતમી વિકેટ માટે ધોની સાથે 66 રનની ભાગીદારી નોંધાવી ભારતને ખરાબ રીતે શરમજનક અવસ્થામાં મુકાતા બચાવ્યું હતું.

પોતાની બેટિંગ અંગે શું કહ્યું અશ્વિને
અશ્વિને કહ્યું કે હું માત્ર વિકેટ પર ટકીને બેટિંગ કરવાનો પ્રયાસ કરતો હતો, પરંતુ જે પ્રકારને હું આઉટ થયો તેનાથી હું નિરાશ છું. હું પોતાની જાતને દોષી ઠેરવી શકુ છું. જો અમે થોડાક વધુ રન બનાવી શકત તો તેમના પર વધારે દબાણ મુકી શક્યા હોત.
-
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી








Click it and Unblock the Notifications
