યુવરાજ જેવા ખેલાડીને પડતો મુકી શકાય નહીં: ધોની

પાકિસ્તાન સામેની મેચમાં વિજય મેળવ્યા બાદ પત્રકારોને સંબોધતા ધોનીએ કહ્યું, "જો તમે અમારું કોમ્બિનેશન જુઓ તો અમે સાત બેટ્સમેન સાથે રમ્યા છીએ અને એ સમયે તમે યુવરાજ જેવા ખેલાડીને પડતો મુકી શકો નહીં. અમે ક્યારેય યુવરાજને પડતો મુકવાના વિકલ્પ અંગે વિચારતા જ નહોતા. "
" અમારી બોલિંગ લાઇન અપમાં એક એવા ડાબોડી બોલરની જરૂર હતી જે બેટ્સમેનને બોલથી દૂર રાખી શકે. તે એક સારો ફિલ્ડર પણ છે. જે આ મેચમાં તેણે કરેલા રનઆઉટ ઉપરથી જોઇ શકો છો." તેમ ધોનીએ જણાવ્યું છે.
નોંધનીય છે કે, કેન્સર સામેની જંગ જીત્યા પછી યુવરાજ આ પહેલી મેગા ઇવેન્ટ રમી રહ્યો છે. પાકિસ્તાન સામેની મેચમાં તેણે બોલિંગ, ફિલ્ડિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ધેર્યપૂર્ણ ઇનિંગ રમી હતી. બોલિંગની વાત કરીએ તો તેણે બે વિકેટ ઝડપી હતી અને એક રન આઉટ કર્યો હતો તથા 19 રનનું યોગદાન આપ્યું હતું.












Click it and Unblock the Notifications
