For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટીમ ઇન્ડિયાની સાથે રહેશે ધોની, રમી શકશે સિડની ટેસ્ટ

|
Google Oneindia Gujarati News

મુંબઇ/સિડની 1 જાન્યુઆરી: મહેન્દ્ર સિંહ ધોનીના ભારત પરત ફરવાના સમાચારોનું બીસીસીઆઇએ ખંડન કરી દીધું છે. બીસીસીઆઇ અનુસાર ધોની ટીમ ઇન્ડિયાની સાથે જ રહેશે. સાથે જ કોઇ ગડબડ થવા પર તેઓ સિડની ટેસ્ટમાં રમી પણ શકશે. આની પહેલા ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ બાદ એવા ક્યાસ લગાવવામાં આવી રહ્યા હતા કે મહેન્દ્ર સિંહ ધોની ભારત પાછા ફરશે અને 16 જાન્યુઆરીથી થઇ શરૂ થઇ રહેલી ત્રણ દેશોની વનડે શ્રેણી પહેલા ઓસ્ટ્રેલિયા પાછા જશે.

dhoni
ત્યારબાદ ગુરુવારે બીસીસીઆઇએ આ સમાચારોનું ખંડન કર્યું છે. બોર્ડના સચિવ સંજય પટેલે જણાવ્યું કે હું પહેલા પણ કહી ચૂક્યો છું કે ધોની ટીમની સાથે બની રહેશે, કારણ કે રિદ્ધિમાન સાહાના બેકઅપ તરીકે અમે કોઇ રિઝર્વ વિકેટકીપર નથી મોકલી રહ્યા. એનો અર્થ એ છે કે ધોની, સાહાના બેકઅપ તરીકે ટીમમાં રહેશે.

તેમણે જણાવ્યું કે જો સાહા મેચ પહેલા ઇજાગ્રસ્ત થઇ ગયા તો લગભગ ધોની તેમના સ્થાને વિકેટ કીપિંગ માટે સિડની ટેસ્ટમેચમાં ઉતરી પણ શકે છે. જોકે બોર્ડે સચિવે એ સ્પષ્ટ નથી કર્યું કે જરૂરીયાત પડવા પર સિડની ટેસ્ટ રમવા માટે ધોની રાજી છે કે નહીં.

અત્રે નોંધનીય છે કે ભારતીય ટીમના અત્યાર સુધીના સૌથી સફળ કપ્તાન જેમને 'કૂલ કેપ્ટન'ની ઉપમાં આપવામાં આવી ચૂકી તેવા મહેન્દ્ર સિંહ ધોનીએ આ રીતે ટેસ્ટ શ્રેણીની વચ્ચે ટેસ્ટ ફોર્મેટમાંથી સંન્યાન લેવાનો અચાનક નિર્ણય શા માટે કર્યો. એ રહસ્ય હજી પણ અકબંધ છે.

English summary
Mahendra singh Dhoni may be play the Sydney test.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X