મોહાલી ટેસ્ટ: શિખરના શાનદાર 185 રન સાથે ભારત મજબૂત

શીખર ધવને માત્ર 85 બોલમાં સદી નોંધાવી દીધી હતી. શિખર ધવને સૌથી ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી સદી બનાવવાનો વિક્રમ પણ બનાવી લીધો છે. એકપણ વિકેટ ગુમાવ્યા વગર ભારતે શાનદાર 283 રન બનાવી લીધા છે.
આ પહેલા ઓસ્ટ્રેલિયા તરફથી મિશેલ સ્ટ્રેક 99, સ્મિથ 92, અને કાવને શાનદાર 86 રન નોંધાવ્યા હતા. જ્યારે ભારત તરફથી ઇશાંત શર્મા અને રવિન્દ્ર જાડેજાએ 3-3 વિકેટ ઝડપી હતી, જ્યારે અશ્વિન અને ઓઝાએ 2-2 વિકેટ ઝડપવામાં સફળ રહ્યા હતા.
ત્રીજી ટેસ્ટનો બીજો દિવસ:
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલી ત્રીજી ટેસ્ટના બીજા દિવસે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી કાંગારુ ટીમને જાડેજાએ શરૂઆતી બે ઝટકા આપ્યા હતા. 139ના સ્કોર પર ઓસ્ટ્રેલિયાને રવિન્દ્રસિંહ જાડેજાએ પ્રથમ ઝટકો આપ્યો. જાડેજાએ વોર્નરને 71 રન પર ધોનીના હાથે કેચ કરાવી દીધો. ત્યારબાદ જાડેજાએ જ માઇકલ ક્લાર્કને શૂન્ય રને આઉટ કર્યો, ધોનીએ તેને સ્ટમ્પિંગ કરી પેવેલિયનભેગો કરી દીધો.
ત્યારબાદ કાંગારૂ ટીમને ત્રીજો ઝટકો ફિલીપ્સ હગ્સના રૂપે લાગ્યો. પ્રજ્ઞાન ઓઝાની ઓવરમાં ધોનીએ કેચ પકડી ફિલીપ્સને પેવેલિયનભેગો કરી દીધો હતો. હાલમાં ઓસ્ટ્રેલિયા 3 વિકેટના નુકસાને 175 રન પર રમી રહ્યું છે.
ભારતની સામે ત્રીજી ક્રિકેટ ટેસ્ટમાં આજે ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં ઓસ્ટ્રેલિયા તરફથી કોવન અને વોર્નર ઓપનિંગ કરવા મેદાનમાં આવ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ લંચબ્રેક સુધી એક પણ વિકેટ ગુમાવ્યા વગર 109 રન બનાવી લીધા હતા.
આ પહેલા ગઇકાલે ત્રીજી ટેસ્ટનો પ્રથમ દિવસ વરસાદને ભેંટ ચડી ગયા હતો, જોકે ઓસ્ટ્રેલિયા માટે પોતાના ચાર ખેલાડીઓની ગેરહાજરીમાં ચાર દિવસની રમત થોડી ફાયદાકારક રહેશે એવું વિશ્લેષકોનું માનવું છે.
ઓસ્ટ્રેલિયાની ટીમમાં બ્રાડ હાડિન, મિશેલ સ્ટાર્ક, સ્ટીવન સ્મિથ અને નાથન લિયોનને ઘાયલ મેથ્યુ વેડ, બહાર કરાયેલા જેમ્સ પેન્ટિસન, શેન વોટસન અને ગ્લેન મેક્સવેલના બદલે ટીમમાં સામેલકરવામાં આવ્યા છે. આ ઉપરાંત ભારતીય ટીમમાં વિરેન્દ્ર સહેવાગ અને હરભજનસિંહના સ્થાને શિખર ધવન અને પ્રજ્ઞાન ઓઝાને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.
-
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
LPG Shortage: એલપીજી સંકટ વચ્ચે સરકારનું મોટું નિવેદન, જાણો હવે કેવી રીતે થશે ગેસ બુક? -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
Gold Rate Today: ઈરાન જંગને કારણે સોનામાં ફરી ઉછાળો! શું 1.80 લાખ સુધી પહોંચશે સોનું? જાણો લેટેસ્ટ કિંમત












Click it and Unblock the Notifications
