બોક્સિંગ લિજન્ડ મેવેદરે જીતેલ 'ધ મની બેલ્ટ'ની ખાસિયત

Written By:
Subscribe to Oneindia News

રવિવારે લાસ વેગાસમાં રમાયેલ હાઇ પ્રોફાઇલ બોક્સિંગ મેચમાં ફ્લૉયડ મેવેદરે ફરી એકવાર સાબિત કરી દીધું કે, તેમના જેવું કોઇ નથી. બોક્સિંગ વિશ્વના સુપરસ્ટાર એવા મેવેદરે ટેક્નિકલ નોકઆઉટ ઓવર(ટીકેઓ) સાથે યુએફસી ચેમ્પિયન કૉનોર મેકગ્રેગોરને સૌથી મોટી ફાઇટમાં માત આપી છે. મેવેદરના કરિયરની આ 50મી ફાઇટ હતી અને કૉનોરે તેમને તગડી ટક્કર આપી હતી. જીતવા માટે મેવેદરે 10મા રાઉન્ડ સુધી રાહ જોવી પડી હતી, આખરે પોતાની ઉપલબ્ધિઓમાં વધુ એકનો ઉમેરો કરતાં મેકવેદરે આ ફાઇટ જીતી હતી.

floyd mayweather, conor mcgregor

લગભગ 2 મહિના પહેલાં જૂનમાં આ ફાઇટની ઘોષણા થઇ હતી અને ત્યારથી લઇને અત્યાર સુધીમાં આ ફાઇટ અંગે બોક્સિંગ વિશ્વમાં ખૂબ ઉત્સુકતા જોવા મળી હતી. 12 રાઉન્ડના આ બોક્સિંગ કોન્સર્ટને વિશ્વના કરોડો લોકોએ લાઇવ જોયો હતો. લોકોની ઉત્સુકતામાં વધારો કરવા માટે આ મેચના વિજેતા માટે વર્લ્ડ બોક્સિંગ કાઉન્સિલ(WBC) દ્વારા એક ખાસ અને નવીન બેલ્ટ બનાવવામાં આવ્યો હતો.

ધ મની બેલ્ટ

સૂત્રો અનુસાર, આ બેલ્ટમાં 3360 હીરા, 600 નીલમ અને 160 પન્નાના રત્નો તથા આશરે 3.3 પાઉન્ડ 24 કેરેટ ગોલ્ડ વડે આ બેલ્ટ સજાવવામાં આવ્યો છે. ગ્રીન સ્ટ્રેપ્ડ આ બેલ્ટ પર બંને સ્પર્ધકોના નામ પણ લખાવામાં આવ્યા છે. જે લેધર વડે સ્પર્ધકોના નામ લખાયા છે, તે ખાસ ઇટલીથી મંગાવવામાં આવ્યું હતું. WBCના પ્રેસિડન્ટ અનુસાર, વર્તમાન સમયમાં કોઇ પણ રમતમાં જોવા મળેલ ઐ સૌથી મોંઘો બેલ્ટ છે. તેમણે કહ્યું હતું કે, WBCના હીરો(મેવેદર) અને UFC હીરો કૉનોર મેકગ્રેગોર વચ્ચેની આ સ્પર્ધા સેલિબ્રેટ કરવા માટે WBC દ્વારા આ ખાસ મની બેલ્ટ તૈયાર કરવામાં આવ્યો છે.

બોક્સિંગ મેચના ફેન્સમાં પણ આ મની બેલ્ટને લઇને ખાસો ઉત્સાહ જોવા મળ્યો છે.

English summary
The gaudy money belt comprised 3,360 diamonds, 600 sapphires, 300 emeralds mounted in 1.5 kilos of solid gold and set in alligtor leather.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.