રૈના પાંચમા ક્રમે જ રમશેઃ ધોની
કાર્ડિફઃ ઇંગ્લેન્ડ વિરુદ્ધ બીજી વનડેમાં સુરેશ રૈનાને પાંચમા નંબર પર બેટિંગ માટે મોકલવાનુ ભારત માટે ફાયદાકારક સાબિત થયું છે અને લાગે છેકે ભારતીય ટીમ પ્રબંધન મધ્યક્રમના આ બેટ્સમેનના ક્રમમાં કોઇ પણ પ્રકારનો બદલાવ કરવાના મૂડમાં નથી. ભારતીય સુકાની મહેન્દ્ર સિંહ ધોનીને જ્યારે રૈનાના બેટિંગક્રમ અંગ પૂછવામાં આવ્યુ્ં તો તેણે કહ્યું કે, હાં, રૈના પાંચમા નંબર પર જ બેટિંગ કરશે. અમે આ જ પ્રકારે આગળ વધીશું.
ધોનીએ કહ્યું, જોકે મેચ પર નિર્ભર રહે છે, જો એ મેચ અમારા માટે ઘણી જ મહત્વપૂર્ણ હોય અથવા કોઇ બેટ્સમેન ફોર્મમાં ન હોય ત્યારે ફોર્મમા ચાલી રહેલા બેટ્સમેનને આગળના ક્રમે મોકલવા અંગે વિચાર કરવામાં આવશે જેથી વધુ બોલના સામના કરે અને વધુ રન બનાવે, પરંતુ નક્કી કરેલા ક્રમની વાત કરવામાં આવે તો રૈના પાંચમા નંબર પર બેટિંગ કરશે. મારું માનવું છેકે તે ત્યાં ખરા અર્થમાં સારું પ્રદર્શન કરે છે.