રણજી ટ્રોફી: સૌરાષ્ટ્રને હરાવી મુંબઇ 40મી વાર બન્યું ચેમ્પિયન

સૌરાષ્ટ્રની ટીમ પ્રથમ દાવમાં 148 રન બનાવી પેવેલિયન ભેગી થઇ જતાં મુંબઇએ પોતાના પ્રથમ દાવમાં 355 રન બનાવ્યાં હતા. તેના જવાબમાં મેદાને ઉતરેલી સૌરાષ્ટ્રની ટીમ બીજા દાવમાં 82 રન બનાવી ઓલઆઉટ થઇ ગઇ હતી. ધવલ કુલકર્ણીએ પાંચ અને અજીત અગરકરે ચાર વિકેટ ઝડપી હતી. ધવલ કુલકર્ણીએ પ્રથમ દાવમાં પણ ચાર વિકેટ ઝડપી હતી.
મુંબઇની ટીમે 44મી વાર ફાઇનલમાં રમતાં 40મી વાર ખિતાબ જીત્યો છે. બીજી તરફ સૌરાષ્ટ્રે 75 વર્ષ બાદ ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું પરંતુ તે આ તક ગુમાવી બેઠી હતી.
મુંબઇની ટીમે પ્રથમ દાવમાં 355 રન બનાવ્યાં હતા. મેજબાન ટીમે બીજા દાવની સમાપ્તિ સુધી છ વિકેટના નુકસાન પર 287 રન બનાવ્યા હતા. મુંબઇ તરફથી વસીમ જાફરે 132 રનનું યોગદાન આપ્યું હતું જ્યારે હિતેન શાહે 55 રન બનાવ્યા હતા. સૌરાષ્ટ્ર તરફથી મકવાણાએ ત્રણ વિકેટ ઝડપી હતી.












Click it and Unblock the Notifications
