For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું ભારતને મળી ગયો 'સચિન-2', પૃથ્વીએ ફટકાર્યા 546 રન!

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 20 નવેમ્બર: ક્રિકેટના ભગવાન કહેવાતા માસ્ટર બ્લાસ્ટર સચિને 16 નવેમ્બરના રોજ પોતાના હોમ ગ્રાઉન્ડ વાનખેડે સ્ટેડિમાં પોતાના કરિયરની છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી અને ક્રિકેટ જગતમાંથી સંન્યાસ લઇ લીધો હતો. પરંતુ ભારતીય ટીમના આ રન મશીનના ગયા બાદ એવું લાગી રહ્યું છે કે ભારતને 'સચિન-2' મળી ગયો છે.

હા મિત્રો, મુંબઇના ક્રિકેટર પૃથ્વી શૉએ હૈરિસ શીલ્ડ ટ્રૉફીમાં 546 રનની પારી ખેલીને નવો રેકોર્ડ બનાવી દીધો છે. 15 વર્ષના પૃથ્વી શૉએ તમામ રેકોર્ડ તોડી પાડીને 546 રનોની જબરતસ્ત પારી ખેલી હતી. તેની આ શાનદાર પારીના કારણે લોકો તેની સરખામણી સચિન સાથે કરવા લાગ્યા છે અને તેને ભવિષ્યના 'સચિન' તરીકે જોઇ રહ્યા છે.

prithvi and sachin
અત્રે ઉલ્લેખનીય છે કે હૈરિસ શીલ્ડ ટ્રૉફીમાં સચિન તેંડુલકર અને વિનોદ કાંબલીએ રેકોર્ડ બ્રેક પારી રમી હતી. સચિન અને કાંબલીએ 1988માં હૈરિસ શીલ્ડ ટ્રૉફીમાં શારદાશ્રમ વિદ્યામંદિર માટે 664 રનોની વર્લ્ડ રેકોર્ડ બ્રેક ભાગીદારી કરી હતી. સચિને ત્યારે 300 રનથી વધારેની પારી રમી હતી. અહીંથી જ સચિનનું નામ પણ ક્રિકેટ જગતમાં ફેમશ થયું હતું.

15 વર્ષના પૃથ્વીએ સ્પ્રિંગડેલ સ્કૂલ તરફથી રમતા ક્રિકેટર વસીમ જાફર અરમાન ઝાફરના સૌથી મોટા શાળા ક્રિકેટ સ્કોર 498 રનોનો રેકોર્ડ તોડતા નવો રેકોર્ડ બનાવી નાખ્યો છે. પૃથ્વીની આ પારી બાદ હવે મુંબઇ ક્રિકેટ જગતમાં ચર્ચાની લહેર પ્રસરી ગઇ છે કે શું ભારતને નવો માસ્ટર બ્લાસ્ટર મળી ગયો છે?

English summary
India got new Sachin Tendulkar? Mumbai boy Prithvi Shaw 15, scores 540 plus runs in Harris Shield match
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X