હવે હું ટેસ્ટ ક્રિકેટ રમવા માગું છું: યુવરાજ સિંહ

ટી20 વર્લ્ડકપ વિશે વાત કરતાં યુવરાજ સિંહે કહ્યું હતું કે હું એક પછી એક મેચમાં ફીટ થતો જાવ છું. તેનાથી મારો આત્મવિશ્વાસ વધી રહ્યો છે. ટી20 વર્લ્ડકપમાંથી પાછા ફર્યા બાદ મે એનસીએમાં નેટ પ્રેક્ટિસ કરી છે જેથી ચાર દિવસ સુધી રમવા માટે ફિટ છું. યુવરાજના અનુસાર તે ઇગ્લેંડની ટૂર પહેલાં ટેસ્ટ ક્રિકેટ માટે તે ફિટ થવા માંગે છે. માટે તે ઘરેલુ ક્રિકેટ પર ફોક્સ કરે છે.
યુવરાજનું કહેવું છે કે હું જાણું છું કે ક્રિકેટનો લાંબો ફોર્મેટ મને થકવી દેશે પરંતુ મારે કઠોર નિર્ણય કરવો પડશે. યુવરાજ દિલિપ ટ્રોફીની સેમીફાઇનલમાં રમશે. યુવરાજે ચંદીગઢના સેક્ટર 14માં આવેલા સ્ટેડિયમમાં પ્રેકટિસ કરી રહ્યાં છે. આ પ્રેકટિસ દરમિયાન યોગરાજ સિંહ પણ ત્યાં હાજર હતા. તે યુવરાજ સિંહની ફિટનેસથી ખુશ છે. યોગરાજના અનુસાર યુવરાજ સિંહ સખત મહેનત કરી રહ્યાં છે અને ટેસ્ટમાં પુનરાગમન કરવા માટે પ્રતિબદ્ધ છે. તે ટેસ્ટમાં પણ ટી20 જેવી શાનદાર વાપસી કરશે.












Click it and Unblock the Notifications
