મોદીએ શરીફને ફોન કરીને વર્લ્ડકપ માટે આપી શુભેચ્છા!

નવી દિલ્હી, 13 ફેબ્રુઆરી: એમાં કોઇને કોઇ શંકા નથી કે ભારત-પાકિસ્તાનની ક્રિકેટ મેચ બંને દેશો માટે માત્ર એક રમત નથી પરંતુ તેનાથી ઘણું ઉપર છે. જોકે આપણા નેતા અને ખેલાડી દરેક વખતે લોકોને કહે છે કે રમતને રમતની જેમ જોવી જોઇએ, પરંતુ હંમેશા એ બંને દેશોની પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની જાય છે.

modi
એટલા માટે 15 ફેબ્રુઆરીની બંને દેશો દ્વારા ઉત્સુકતાથી રાહ જોવાઇ રહી છે, કારણ કે આ દિવસે ભારત અને પાકિસ્તાનની મેચ છે. પરંતુ આજે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જેઓ ક્રિકેટમાં ખૂબ જ રસ દાખવે છે, તેમણે પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફને ફોન કર્યો અને ઇંડો-પાક મેચ માટે શુભેચ્છા પાઠવી. મોદીનું માનવું છે કે ક્રિકેટ તમામ દેશોને એકબીજા સાથે જોડે છે એટલા માટે દરેક દેશને તેમાં આગળ આવીને ભાગ લેવો જોઇએ.

જોકે મોદીએ સાર્ક દેશોના પ્રમુખો સાથે ફોન પર વાત કરી જેમાં બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાનો પણ સમાવેશ થાય છે. મોદીએ તેમને પણ ક્રિકેટ માટે શુભેચ્છા પાઠવી.

આપને જણાવી દઇએ કે આજથી ચાર વર્ષ પહેલા જ્યારે ભારતમાં વિશ્વકપ મેચનું આયોજન થયું હતું તો મોહાલીમાં પાકિસ્તાનના વડાપ્રધાનને આમંત્રિત કરવામાં આવ્યા હતા. મોહાલીમાં થયેલ મેમીફાઇનલ મુકાબલામાં ભારતે પાકિસ્તાનને ખૂબ જ ખરાબ રીતે હરાવ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X