For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડ્રગ્સ કાંડઃ બોક્સર વિજેન્દર સિંહની પૂછપરછ

By Super
|
Google Oneindia Gujarati News

Vijender-Singh
પંચકુલા, 11 માર્ચઃ પંજાબમાં ગયા અઠવાડિયે 26 કિલો હેરોઇન પકડાયા બાદ આ બનાવમાં બોક્સર વિજેન્દર સિંહની પોલીસ દ્વારા સોમવારે પૂછપરછ કરવામાં આવી છે. પંચકુલા ખાતે હરિયાણા પોલીસ મુખ્યાલય ખાતે એસપી રેન્જના અધિકારીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે, આરોપી અનુપના ઘરની બહાર ઓલિમ્પિક મેડલિસ્ટ બોક્સર વિજેન્દર સિંહના પત્નીની કાર મળી આવી હતી. બીજી તરફ તરફ બોક્સર રામ સિંહે જણાવ્યું છે કે વિજેન્દર સિંહ અને તેણે અનેકવાર ડ્રગ્સનું સેવન કર્યું છે, આ બનાવમાં ઉદ્દભવેલા અને વિજેન્દર સિંહ સાથે જોડાયેલા કેટલાક પ્રશ્નોના જવાબ મેળવવા માટે પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે.

નોંધનીય છે કે, જોકે રામસિંહના દાવાઓ સાચા સાબિત થાય છે તો પણ એ વાતની સંભાવના ખુબ ઓછી છે કે વિજેન્દ્રને કોઇ સજા મળે. કાનુન અનુસાર આવા કિસ્સાઓમાં સજા ત્યારે જ થઇ શકે છે જ્યારે કોઇની પાસે અમુક માત્રામાં ડ્રગ્સ મળી આવે અથવા તો તે ડ્રગ્સની હેરાફેરીમાં સામેલ હોય.

આ મામલામાં ન તો વિજેન્દ્રની પાસે હેરોઇન મળી આવ્યું છે અને નહીં તે આની હેરાફેરીમાં પકડાયો છે. તસ્કર અનુપસિંહ કાહલોના ઘરની નીચે વિજેન્દ્રની પત્ની અર્ચનાસિંહની કાર જરૂર મળી આવી હતી, પરંતુ તેમાંથી કોઇ નશીલો પદાર્થ મળી આવ્યો ન્હોતો.

જ્યા સુધી નશીલા પદાર્થનું સેવન કરવાનો સવાલ છે, તો તેમાં વધારેમાં વધારે છ મહિનાની સજાની જોગવાઇ છે. એમાં પણ કોર્ટ પાસે અધિકાર છે કે તે આરોપીના પાછલા રેકોર્ડ અને આચરણને ધ્યાનમાં રાખીને તેની સજા માફ કરીને તેને પૂનર્વાસ કેન્દ્રમાં મોકલવાનો નિર્દેશ આપી શકે છે.

આરોપીએ ડ્રગ લીધું હતું કે નહીં તેની મેડિકલ તપાસમાં ખરાઇ કરવી પડે છે. સામાન્ય રીતે હેરોઇન લીધા બાદ 48 કલાક સુધી જ બ્લડમાં તેના સેમ્પલ મળી આવે છે. રામસિંહના દાવા અનુસાર તે બંને નિયમિત રીતે ડ્રગ્સના આદી નથી, પરંતુ બે-ત્રણ વાર માત્ર શોખ ખાતર છેલ્લે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં તેનું સેવન કર્યું હતું. માટે મેડિકલ તપાસમાં તેની પુષ્ટિ થવી સંભવ નથી.

English summary
Police question boxer Vijender Singh in drug haul case.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X