તેંડુલકર કરતા લારા શ્રેષ્ઠઃ પોન્ટિંગ
લંડન, 17 જુલાઇઃ ઓસ્ટ્રેલિયાના પૂર્વ સુકાની રિકી પોન્ટિંગે બ્રાયન લારાને સચિન તેંડુલકર કરતા શ્રેષ્ઠ ગણાવતા કહ્યું છે કે વેસ્ટઇન્ડિઝના આ બેટ્સમેને પોતાની ટીમને વધુ મેચ જીતાડી છે. પોન્ટિંગે કહ્યું કે, મારી દ્રષ્ટિએ સચિન અને લારા બે શ્રેષ્ઠ બેટ્સમેન છે. લારાએ પોતાની ટીમ માટે સચિન કરતા વધારે મેચ જીતાડી છે. સુકાની તરીકે એ વાતને લઇને મારી ઉંઘ ઉડી જતી કે, કાલે લારા બેટિંગ કરવા આવવાનો છે. સચિનને લઇને આટલી બેચેની થતી નહોતી.

ઓસ્ટ્રેલિયાને પહેલી એશેઝ ટેસ્ટમાં ઇંગ્લેન્ડ સામે પરાજયનો સામનો કરવો પડ્યો, જો કે, પોન્ટિંગે કહ્યુંકે, ઓસ્ટ્રેલિયા 2-1થી શ્રેણી જીતી શકે છે. તેમણે કહ્યું કે, અમારે ઘણી મહેનત કરવી પડશે, પરંતુ લાગે છે કે, બાબતો યોગ્ય દિશામાં જઇ રહી છે. ઓસ્ટ્રેલિયા આત્મમંથન કરીને પૂરી તૈયારી સાથે ઉતરશે. બન્ને ટીમો વચ્ચે વધારે અંતર નથી.












Click it and Unblock the Notifications
