જયપુરમાં મસ્તીના મૂડમાં ટીમ ઇન્ડિયા
પુણે ખાતે રમાયેલી સાત મેચની શ્રેણીની પ્રથમ વનડે મેચમાં ભારતને ઓસ્ટ્રેલિયા સામે 72 રનથી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. જો કે, બીજી મેચમાં કાંગારુઓને પરાસ્ત કરવા માટે ભારતીય ક્રિકેટ ટીમ તૈયાર થઇ ગઇ છે. જયપુર ખાતે પહોંચેલી ભારતીય ટીમે આજે પ્રેક્ટિસ સેશન દરમિયાન સખત મહેનત કરી હતી. જો કે, પ્રેક્ટિસ સેશન દરમિયાન ભારતીય ટીમ હળવી મુદ્રાઓમાં પણ જોવા મળી હતી.
પ્રેક્ટિસ સેશન દરમિયાન ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ દ્વારા ફૂટબોલની મજા માણવામાં આવી હતી, તો સુકાની મહેન્દ્ર સિંહ ધોની ફળોનો આહર કરતા જોવા મળ્યા હતા. જ્યારે ટીમના અન્ય ખેલાડીઓ પ્રેક્ટિસ સેશન દરમિયાન મજાક-મસ્તી કરતા પણ જોવા મળ્યા હતા. આવી જ કટેલીક તસવીરો અહીં રજુ કરવામાં આવી છે, જેમાં ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ પ્રેક્ટિસ સેશનમાં ફૂટબોલની મજા માણતા જોવા મળે છે અને રવિન્દ્ર જાડેજા સહિતના જૂનિયર ખેલાડીઓ ધોની સરીખા સીનિયર ખેલાડીઓ પાસે જરૂરી માહિતીઓ મેળવી રહ્યાં છે. તો ચાલો ભારતીય ટીમની પ્રેક્ટિસ સેશનને તસવીરો થકી નીહાળીએ.

ફૂટબોલ રમી રહેલો વિરાટ કહોલી
જયપુરમાં પ્રેક્ટિસ સેશન દરમિયાન ફૂટબોલ રમી રહેલો વિરાટ કોહલી.

પ્રેક્ટિસ સેશન દરમિયાન સલાહ
જયપુરમાં પ્રેક્ટિસ સેશન દરમિયાન સુકાની મહેન્દ્ર સિંહ સાથે હળવી ચર્ચા કરી રહેલો રવિન્દ્ર જાડેજા.

પ્રેક્ટિસ સેશન દરમિયાન કેળાનો આહાર
જયપુરમાં પ્રેક્ટિસ સેશન દરમિયાન કેળાનો આહાર કરી રહેલો ટીમ ઇન્ડિયાનો સુકાની મહેન્દ્ર સિંહ ધોની.

મસ્તીના મૂડમાં ઇશાંત અને રૈના
ઓસ્ટ્રેલિયા સામેની બીજી મેચ પહેલા જયપુરમાં પ્રેક્ટિસ સેશન દરમિયાન મસ્તીના મૂડમાં જણાતા ઇશાંત શર્મા અને સુરેશ રૈના.

વિરાટ-કહોલીની ફૂટબોલ મેચ
પ્રેક્ટિસ સેશન દરમિયાન ફૂટબોલ રમી રહેલા ટીમ ઇન્ડિયાના ખેલાડી વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા.

ધોની-ધવનની મેચ
પ્રેક્ટિસ સેશન દરમિયાન ફૂટબોલ રમી રહેલા ટીમ ઇન્ડિયાના સુકાની મહેન્દ્ર સિંહ ધોની અને શિખર ધવન.

જયપુરના એરપર્ટ પર રવિન્દ્ર જાડેજા
ઓસ્ટ્રેલિયા સામેની બીજી મેચ રમવા માટે જયપુર પહોંચેલી ટીમ ઇન્ડિયા.












Click it and Unblock the Notifications
