For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

BCCIની SGM બોલાવવા શ્રીનિવાસન પર દબાણ

|
Google Oneindia Gujarati News

anurag-thakur-bcci
નવી દિલ્હી, 31 મે : ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના જોઈન્ટ સેક્રેટરી અનુરાગ ઠાકુરે કહ્યું છે કે ભારતીય ક્રિકેટને હચમચાવી મૂકનાર આઈપીએલ સ્પોટ-ફિક્સિંગ કૌભાંડ અંગે સભ્યો પોતાના વિચારો પ્રદર્શિત કરી શકે એ માટે બોર્ડની સ્પેશિયલ જનરલ મીટિંગ (એસજીએમ) બોલાવવાની બોર્ડના પ્રમુખ એન. શ્રીનિવાસન અને સેક્રેટરી સંજય જગદાલેને વિનંતી કરી છે.

બોર્ડ પર હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશનનું પ્રતિનિધિત્વ ઠાકુર કરે છે. તેમણે કહ્યું કે આ કૌભાંડને લીધે ક્રિકેટની છબી ખરડાઈ છે, પરંતુ હવે તેને સુધારવાની આપણી જવાબદારી છે. ઠાકુરે એમ પણ જણાવ્યું કે આ મામલે પોતાને તેમજ અન્ય સભ્યોને બીસીસીઆઈની એસજીએમમાં પોતાના વિચારો પ્રદર્શિત કરવા છે. બોર્ડમાં જે 9 સ્થાનિક ક્રિકેટ એસોસિએશનોએ શ્રીનિવાસન વિરુદ્ધ વલણ અપનાવ્યું છે તેમાંનું એક ઠાકુરનું હિમાચલ પ્રદેશ પણ છે. ઠાકુરે જણાવ્યું કે એસજીએમ બોલાવવાનો અધિકાર પ્રમુખ અને સેક્રેટરીને છે.

આ દરમિયાન એવી માહિતી પણ આવી રહી છે કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઇસીસી)એ બોર્ડ ફોર ક્રિકેટ કન્ટ્રોલ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ)ને બોર્ડના અધ્યક્ષ એન શ્રીનિવાસનના જમાઇ ગુરુનાથ મયપ્પન અને બુકીઓ વચ્ચેના સંબંધો અંગે ચેતવણી આપી હતી. આઇસીસીના ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોએ મયપ્પન અને બુકીઓ વચ્ચેના સંબંધોની ભાળ મેળવી હતી અને બીસીસીઆઇને ચેતવ્યું હતું.

English summary
Calling BCCI SGM Forced on Srinivasan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X