For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પુણેને ક્યારેય નથી લાગ્યું કે યુવી કેપ્ટન મટેરિયલ છે: ગાંગુલી

|
Google Oneindia Gujarati News

yuvraj-singh-1
કોલકતા, 17 એપ્રિલઃ ભારતના પૂર્વ સુકાની સૌરવ ગાંગુલીએ ખુલાસો કર્યો છે કે આઇપીએલ 2011માં પુણે વોરિયર્સના ખરાબ પ્રદર્શનની સાથે નીચેથી બીજા સ્થાન પર રહ્યાં બાદ ટીમ પ્રબંધકે ક્યારેય વિચાર્યું નહીં કે યુવરાજ સિંહમાં સુકાની બનવાની ક્ષમતા છે. ગાંગુલીનું માનવું છે કે આ કારણ છે કે એન્જેલો મેથ્યુઝ અને રોસ ટેલરને સુકાની તરીકે યુવરાજ કરતા પ્રાથમિકતા આપવામાં આવી છે.

ગાંગુલીના ક્ષેત્રીય ટીવી ચેનલે કહ્યું કે, પ્રબંધને અમારા પહેલા સત્ર(2011માં વોરિયર્સ 10 ટીમોમાં નવમા સ્થાન પર રહ્યું) બાદ યુવરાજને બીજી વખત સુકાની નહીં બનાવવાનો નિર્ણય કર્યો. તેમને લાગ્યું કે તેમા સુકાની બનવાની ક્ષમતા નથી. આ નિર્ણય અમારા પહેલા સત્ર(2011) બાદ લેવામાં આવ્યો.

મેથ્યુઝને અંતિમ ઇલેવનમાં મંગળવારે સ્થાન આપવામાં આવ્યું નહીં અને ટેલર ત્રણ સત્રમાં ફ્રેન્ચાયઝીનો પાંચમો સુકાની બન્યો અને ટીમે ચેન્નાઇ સુપરકિંગ્સ સામે 24 રનની જીત દાખલ કરી. મેથ્યુઝના વિકલ્પ તરીકે આવેલા સ્ટીવન સ્મિથે અણનમ 39 રનની ઇનિંગ રમીને ટીમની જીતમાં મહત્વની ભૂમિકા નિભાવી.

ગાંગુલીનું માનવું છે કે ટીમને ભવિષ્યમાં આ અંતિમ ઇલેવનને તક આપવી જોઇએ. તેમણે કહ્યું કે, ટીમ સંતુલીત જોવા મળી. ડિંડાએ ઘણું સારું પ્રદર્શન કર્યું, જ્યારે રાહુલ શર્મા પણ શાનદાર ફોર્મ હતો. ફિંચ, ટેલર, સ્મિથ અને માર્શના રૂપમાં વિદેશી ખેલાડીઓ સંતુલિત યુનિટ લાગ્યા. ગાંગુલીએ કહ્યું, જો સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ આગામી મેચમાં સંયોજનમાં બદલાવ કરે છે, તો મને હૈરાની થશે.

English summary
Former India captain Sourav Ganguly on Tuesday revealed that the Pune Warriors management never thought Yuvraj Singh was "captaincy material" after the team's debacle in the 2011 IPL when they finished last.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X