For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્પોટ ફિક્સિંગઃ રાહુલ દ્રવિડની થઇ શકે છે પૂછપરછ

|
Google Oneindia Gujarati News

rahul-dravid
નવી દિલ્હી, 17 મેઃ આઇપીએલ છમાં સ્પોટ ફિક્સિંગના કથિત આરોપસર રાજસ્થાન રોયલ્સના ત્રણ ખેલાડીઓની ધરપકડ કરવામાં આવ્યા બાદ વધુ એક ચોંકાવનારા અહેવાલ મળી રહ્યાં છે. જેમાં જાણવા મળ્યું છે કે, પોલીસ રાજસ્થાન રોયલ્સના સુકાની અને ટીમ ઇન્ડિયાના પૂર્વ ટેસ્ટ ક્રિકેટર રાહુલ દ્રવિડની પૂછપરછ કરી શકે છે.

ટીવી ચેનલમાં પ્રસારિત અહેવાલ અનુસાર પોલીસ દ્વારા સ્પોટ ફિક્સિંગ સબબ વધુ માહિતી એકઠી કરવા માટે રાજસ્થાન રોયલ્સના માલિક શિલ્પા શેટ્ટી, અન્ય ખેલાડીઓની સાથો-સાથ ટીમના સુકાની રાહુલ દ્રવિડની પણ પૂછપરછ કરવાની યોજના બનાવી રહ્યું છે. આ વચ્ચે એવા સમચાર પણ આવી રહ્યાં છે કે, પૂછપરછ દરમિયાન પકડાયેલા ખેલાડીઓએ રાજસ્થાન રોયલ્સના અન્ય ખેલાડીઓનું નામ પણ આપ્યું છે. જેમાં એક ભારતીય છે અને અન્ય એક આતંરરાષ્ટ્રીય ખેલાડી છે.

નોંધનીય છે કે, દિલ્હી પોલીસે સ્પૉટ ફિક્સિંગમાં ભારતીય ક્રિકેટર શ્રીસંત સહિત રાજસ્થાન રોયલ્સના અન્ય બે ખેલાડીઓ વિશે સનસનીખેજ ખુલાસો કર્યો છે. દિલ્હી પોલીસ કમિશ્નર નીરજ ગુપ્તાએ ગુરૂવારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે સ્પૉટ ફિક્સિંગનું આ રેકેટ ઇશારા વડે ચાલતું હતું. આઇપીએલની મેચ દરમિયાન આ ફિક્સિંગ ઇશારાઓના માધ્યથી થઇ રહ્યું હતું. દિલ્હી પોલીસે એ પણ ખુલાસો કર્યો હતો કે આ સ્પૉટ ફિક્સિંગના તાર અંડરવર્લ્ડ સાથે જોડાયેલા છે.

દિલ્હી પોલીસના સનસનીખેજ ખુલાસા મુજબ સ્પૉટ ફિક્સિંગ માટે કોડ બનાવવામાં આવ્યાં હતા. લોકેટ ફેરવવું, ઘડિયાળ બતાવવું, ફિલ્ડિંગ બદલવી, ટી-શર્ટ ઉંચી કરવી અને રૂમાલ લગાવવો આ બધી ગતિવિધિઓ આ કોડનો ભાગ હતો જેના માધ્યમથી ફિક્સિંગ કરવામાં આવતું હતું. આ ખુલાસામાં કહેવામાં આવ્યું હતું કે એક મેચના જે ઓવરમાં સ્પૉટ ફિક્સિંગ કરવામાં આવ્યું હતું તેમાં 13 રન આપવામાં આવ્યાં હતા.

English summary
Rajasthan Royals captain Rahul Dravid and teammates to be questioned: TV reports
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X