RCB vs MI : કોહલી-ડુપ્લેસીની આંધીમાં ઉડ્યુ મુંબઈ, બેંગ્લોરની 8 વિકેટે જીત
ફોર્મમાં પરત ફરેલા કોહલીએ આઈપીએલના પહેલા મેચમાં જ ધમાલ મચાવી દીધી છે. કેપ્ટન ડુપ્લેસી સાથે ઓપનિંગ માટે ઉતરેલો કોહલી બેંગ્લોરને મેચ જીતાવીને પરત ફર્યો છે. કોહલી અને કેપ્ટન ડુપ્લેસીની અડધી સદીની મદદથી એક તરફી મેચમાં બેગ્લોરે ધમાકેદાર જીત મેળવી લીધી છે.

172 રનના ટાર્ગેટનો પીછો કરતા RCBએ 2 વિકેટ ગુમાવીને મેચ પોતાનાી નામે કરી લીધી. મુંબઈ સામે 8 વિકેટની જીત સાથે RCBએ IPLની 16મી સિઝનની ધમાકેદાર શરૂઆત કરી છે. કેપ્ટન ફાફ ડુપ્લેસિસે 43 બોલમાં 73 રન અને વિરાટ કોહલીએ અણનમ 82 રન બનાવીને મેચને એકતરફી કરી દીધો હતો. બન્નેએ પહેલી વિકેટ માટે 148 રનની પાર્ટનરશીપ કરી હતી.
ફાફ ડુપ્લેસીસ અને વિરાટ કોહલીએ આરસીબીને શાનદાર શરૂઆત અપાવી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 63 બોલમાં 100 રનની ભાગીદારી પૂરી કરી. આ દરમિયાન ફાફ ડુપ્લેસિસે તેની IPL કારકિર્દીની 26મી અડધી સદી ફટકારી હતી. ડુપ્લેસિસે 10મી ઓવરના ત્રીજા બોલ પર સિક્સર ફટકારીને પોતાની ફિફ્ટી પૂરી કરી. ડુપ્લેસિસ સિવાય વિરાટ કોહલીએ પણ જબરદસ્ત બેટિંગ કરતા આઈપીએલમાં પોતાની 45મી અડધી સદી પુરી કરી.
બીજી તરફ મુંબઈ ઈન્ડિયન્સના ટોપ બેટ્સમેનો આરસીબી સામે ફ્લોપ સાબિત થયા. મુંબઈના નવમાંથી ચાર બેટ્સમેન ડબલ ફિગરમા્ં પહોચી શક્યા નહીં. કેપ્ટન રોહિત શર્મા સાથે કેમરન ગ્રીન પણ આમાં સામેલ છે. IPLની સતત 15મી ઇનિંગમાં રોહિત બેટથી ફ્લોપ રહ્યો છે. છેલ્લી 15 ઇનિંગ્સમાં તે એક પણ અડધી સદી ફટકારી શક્યો નથી. વિસ્ફોટક ઓપનર ઈશાન કિશને પણ બેટિંગથી ફેન્સને નિરાશ કર્યા.
જો કે યુવા બેટ્સમેન તિલક વર્માએ પોતાની બેટિંગથી બધાનું તેના ધ્યાન ખેંચવાનું કામ. ટીમ માટે તિલક વર્માએ 46 બોલમાં સૌથી વધુ 84 રનની ધમાકેદાર ઇનિંગ રમી. આ દરમિયાન તેણે 9 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા. બીજી તરફ મુંબઈના ટોચના બેટ્સમેનોને રન બનાવવામાં ફાફા પડી રહ્યા હતા.












Click it and Unblock the Notifications
