For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોટલામાં 26 વર્ષથી હારી નથી ટીમ ઇન્ડિયા

|
Google Oneindia Gujarati News

Feroz-Shah-Kotla
નવી દિલ્હી, 20 માર્ચઃ ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીની ચોથી અને અંતિમ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમ 3-0થી આગળ છે. અત્યારે તેની નજર કાંગારુઓના સુપડાસાફ કરવા પર છે. મહેન્દ્ર સિંહ ધોનીની ટીમ હવે પોતાની આગામી મેચ ફિરોઝ શાહ કોટલા મેદાન પર રમશે, જ્યાં તે છેલ્લા 26 વર્ષથી હારી નથી.

ધોનીએ મોહાલી ટેસ્ટ સમાપ્ત થયા બાદ કહ્યું હતું કે તે ખેલમાં બદલાની ભાવના રાખતા નથી, પરંતુ તેમણે આ વાતના સંકેત આપી દીધા કે તેમની ટીમ દર વર્ષે આ શ્રેણી 4-0થી પોતાના નામે કરવાની ઇચ્છા રાખે છે. આ પહેલીવાર છે, જ્યારે ભારત કોઇ શ્રેણીમાં આ પ્રકારના અંતરથી જીતશે.

ગત 60 વર્ષોમાં ઘણીવાર ભારતની જીતનું સાક્ષી બનેલું કોટલા મેદાન નિશ્ચિત આ રેકોર્ડની રાહ જોઇ રહ્યું હશે. આમ તો આ મેદાન ભારત માટે ગત 26 વર્ષથી લકી રહ્યું છે, કારણ કે આ દરમિયાન અહીં રમાયેલી નવ મેચોમાંથી ભારત એક પણ હાર્યું નથી.

કોટલામાં ભારતે છેલ્લે 29 નવેમ્બર 1987માં પરાજય મળ્યો હતો. વેસ્ટ ઇન્ડિઝે તેને પાંચ વિકેટથી હરાવ્યું હતું. આ પહેલાની 10 મેચો પણ ભારત માટે ઘણી ખરાબ રહી હતી. 1972થી લઇને 1987 વચ્ચે ભારતે 1972, 1974 અને 1976માં ક્રમશઃ ઇંગ્લેન્ડ, વેસ્ટઇન્ડિઝ અને ઇંગ્લેન્ડ સામે પરાજય મળ્યો હતો.

ત્યાર બાદ 1979થી 1983 વચ્ચે પાંચ મેચ ડ્રો રહી અને ફરીથી 1984માં ભારતને ઇંગ્લેન્ડે હરાવ્યું. વેસ્ટઇન્ડિઝ સામે 1987માં મળેલા પરાજય પહેલાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આ મેદાન પર ટક્કર થઇ હતી પરંતુ જે ડ્રો રહી હતી.

આ મેદાન પર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 22 માર્ચથી સાતમી મેચ રમાશે. અત્યારસુધી ભારતને બે મચોમા જીત મળી છે જ્યારે એક મેચ ઓસ્ટ્રેલિયા જીત્યું છે. ત્રણ મેચમાં કોઇ પરિણામ આવ્યું નહોતું. ભારતે 1996 અને 1969માં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું.

English summary
There's a chance of a 4-0 whitewash at Kotla where India have been unbeaten in nine Tests spread over the last 26 years. Clarke to note!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X