For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અકસ્માત બાદ રિષભ પંતનું પહેલુ ટ્વિટ, જાણો શું લખ્યુ?

રિષભ પંતે ટ્વીટ કરીને જણાવ્યુ કે તેની સર્જરી સફળ રહી છે અને હવે તે સ્વસ્થ થઈ રહ્યો છે. તેણે ખરાબ સમયમાં સાથે રહેનારા દરેક વ્યક્તિઓનો આભાર માન્યો.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : જીવલેણ અકસ્માતમાં માંડ માંડ બચેલા ભારતીય ક્રિકેટર રિષભ પંતે હોસ્પિટલમાંથી પહેલી વખત ટ્વિટ કર્યુ છે. અકસ્માત બાદ તેના પહેલા ટ્વિટમાં રિષભ પંતે ફેન્સને તેની હેલ્થ અને ગ્રાઉન્ડ પર પાછા ફરવાને લઈને સંકેતો આપ્યા છે. રિષભ પંત ગંભીર અકસ્માતમાં મહામહેનતે જીવ બચાવવા માટે સફળ રહ્યો હતો.

Rishabh Pant

રિષભ પંતે અકસ્માત બાદ પહેલી વખત ફેન્સ સાથે પોતાની વાત શેર કરી છે અને મદદ માટે બીસીસીઆઈનો આભાર માન્ય છે. પંતના ફેન્સ તેના સાજા થવા માટે પ્રાથના કરી રહ્યા છે અને બીસીસીઆઈએ પણ સંભવ તમામ મદદ કરવાની ખાતરી આપી છે ત્યારે રિષભ પંતે આભાર વ્યક્ત કર્યો હતો. પંતનો અકસ્માત થયો ત્યારથી તેને ફેન્સ ચિંતિત છે ત્યારે પંતે હવે તમામનો આભાર માન્યો છે.

રિષભ પંતે ટ્વીટ કરીને જણાવ્યુ કે તેની સર્જરી સફળ રહી છે અને હવે તે સ્વસ્થ થઈ રહ્યો છે. તેણે ખરાબ સમયમાં સાથે રહેનારા દરેક વ્યક્તિઓનો આભાર માન્યો. પંતે BCCI અને જય શાહનો ખાસ આભાર માન્યો અને લખ્યું કે, આ મુશ્કેલ સમયમાં તેમનું સતત સમર્થન મળ્યું છે. તેણે પોતાના સાથી ખેલાડીઓ, ડોક્ટર અને ફિઝિયોનો પણ આભાર માન્યો. હવે પંત તે શક્ય તેટલી વહેલી તકે મેદાનમાં પરત ફરવા માંગે છે.

અહીં તમને જણાવી દઈએ કે, જણાવી દઈએ કે, રૂડકીમાં ડિવાઈડર સાથે કાર અથડાતા કાર ઘટનાસ્થળે જ બળી ગઈ હતી. પંતને તેમાંથી બહાર નીકળવામાં સફળ થયો હતો. પંત ભારતીય ટેસ્ટ ટીમનો મહત્વનો ખેલાડી છે. પંતની ગેરહાજરીમાં ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીમાં ટીમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ઋષભ પંતની જગ્યાએ ઈશાન કિશનને પ્રથમ બે ટેસ્ટ માટે વિકેટકીપર તરીકે ટીમમાં સમાવાયો છે.

English summary
Rishabh Pant's first tweet after the accident, know what he wrote?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X