પરાજિત ફેડરર બોલ્યો, 'ટેનિસમાં કરીશ પુનરાગમન'
લંડન, 27 જૂનઃ વિમ્બલડનના બીજા દોરમાં અપ્રત્યાશિત પરાજય બાદ રોજર ફેડરરે કહ્યું છે કે હજુ તેની અંદર ટેનિસના કેટલાક વર્ષો બચેલા છે અને તે પુનરાગમન કરશે. ફેડરરને વિશ્વના 116માં નંબરના ખેલાડી યુક્રેનના સર્જેઇ સ્ટાખોવસ્કીએ 6-7, 7-6, 7-5, 7-6થી હરાવ્યો. આ સાથે જ ફેડરરનો સતત 36 ગ્રાન્ડસ્લેમ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવાનો સિલસિલો પણ તૂટી ગયો, જે વિમ્બલડન 2004થી શરૂ થયો હતો.
સ્વિત્જરલેન્ડના આ મહાન ખેલાડીએ કહ્યું કે બીજા દોરમાં હાર મળી હોવા છતાં હું વિચલિત થયો નથી. વિશ્વના ત્રીજા નંબરના ખેલાડીએ કહ્યું કે ટેનિસ ઘણા બદલાવના સમયમાંથી પસાર થઇ રહ્યું છે અને નિચલી રેન્કિના ખેલાડી તેમને, રફેલ નડાલ, નોવાક જોકોવિચ, એન્ડી મૂરેને હરાવી રહ્યાં છે.













Click it and Unblock the Notifications
