વિરાટની શાનદાર ઇનિંગ, બેંગ્લોરનો હૈદરાબાદ સામે વિજય
બેંગ્લોર, 9 એપ્રિલઃ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રમાયેલી મેચમાં વિરાટ કોહલીની 93 રનની ઇનિંગની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે સાત વિકેટથી વિજય નોંધાવ્યો છે. હૈદરાબાદે આપેલા 162 રનના લક્ષ્યાંકને બેંગ્લોરે 17.4 ઓવરના અંતે ત્રણ વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો છે. બેંગ્લોર તરફથી વિરાટ કોહલીના અણનમ 93 રન ઉપરાંત અગ્રવાલે 29, ગેઇલે 13, વિલિયર્સે 15 અને હેનરિક્સે અણનમ સાત રન બનાવ્યા હતા. હૈદરાબાદ તરફથી શર્મા, પરેરા અને વ્હાઇટે એક-એક વિકેટ ઝડપી હતી.
આ પહેલા હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કરતા નિર્ધારિત 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 161 રન બનાવ્યા હતા. જેમાં વ્હાઇટે સર્વાધિક 52 રન જ્યારે પરેરાએ 40 રનનું યોગદાન આપ્યું હતું. આ ઉપરાંત રેડ્ડીએ 12, પટેલે 20, સંગાકારાએ 23, આશિષ રેડ્ડીએ 3 અને વિહારીએ 4 તથા સમાનત્રાયે 2 રન બનાવ્યા હતા. બેંગ્લોર તરફથી આરપી સિંહે ત્રણ જ્યારે વિનય કુમાર, મુરલીધરન અને કાર્તિકે એક-એક વિકેટ મેળવી હતી.

બેંગ્લોરની વિકેટની વાત કરીએ તો પહેલી વિકેટ 39 રન પર અગ્રવાલના રૂપમાં પડી હતી, તે પરેરાની ઓવરમાં સંગાકારાના હાથે ઝલાઇ ગયો હતો. જ્યારે ગેઇલ બીજી વિકેટના રૂપમાં 47 રન પર પડી હતી અને 96 રનના સ્કોર પર ત્રીજી વિકેટ એબીડી વિલિયર્સના રૂપમાં પડી હતી.












Click it and Unblock the Notifications
