For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુંબઇ ટેસ્ટ: પૂજારા-રોહિતની સદી સાથે ભારત 495માં સમેટાયું

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 15 નવેમ્બર: માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર પોતાની છેલ્લી ટેસ્ટના બીજા દિવસે પોતાના ચાહકોને અર્ધસદી ફટકારીને ગીફ્ટ આપી હતી. બીજા દિવસની રમતમાં આગળ રમતા સચિને અર્ધસદી ફટકારી લીધી હતી, પરંતુ આગળ વધતા સચિન 74 રન પર સમ્મીના હાથે કેચઆઉટ થઇ ગયા. જ્યારે પૂજારાએ પોતાની ટેસ્ટ કારકિર્દીની પાંચમી સદી ફટકારી.

સચિન તેંડુલકર બીજા દિવસે પણ ફોર્મમાં રમી રહ્યો હતો, તેણે 74 રન ફટકારી લીધા હતા. પરંતુ નરસિંહની ઓવરમાં તે સમ્મીના હાથે કેચઆઉટ થઇ ગયો. આ ઉપરાંત વિરાટ કોહલી પણ 57 રન બનાવીને સમ્મીના હાથે કેચઆઉટ થઇ ગયો. ચેતેશ્વર પુજારાએ શાનદાર 113 રન નોંધાવ્યા અને શિલિંગફોર્ટની ઓવરમાં કેચઆઉટ થઇ ગયો હતો. પૂજારાની ટેસ્ટ કારકિર્દીની આ પાંચમી સદી છે.

પૂજારા બાદ ભારતીય ખેલાડીઓ સસ્તામાં પેવેલિયનભેગા થવા લાગ્યા. અહીં સુધી ભારતીય કપ્તા મહેન્દ્ર સિંહ ધોની પણ માત્ર 4 રન બનાવીને આઉટ થઇ ગયો. ત્યારબાદ આર. અશ્વિન 30, ભુવનેશ્વર કુમાર 4 અને પ્રજ્ઞાન ઓઝા શૂન્ય પર રન આઉટ થઇ ગયો. હવે ભારતની માત્ર એક વિકેટ બાકી હતી પરંતુ રોહિત શર્માએ શાનદાર પારી ખેલીને શાનદાર સદી નોંધાવી અને 111 રન સાથે અણનમ રહ્યો. રોહિત હજી વધારે રન બનાવી શકતો પરંતુ મોહમ્મદ સામી 11 રન પર કેચ આઉટ થઇ ગયો. આ રીતે ભારતે શાનદાર પ્રથમ પારી ખેલીને 495 રન બનાવીને પોતાની બઢત બનાવી લીધી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ભારત વેસ્ટઇન્ડિઝ ટેસ્ટ મેચના પહેલા દિવસે વેસ્ટઇન્ડિઝની ટીમના ઓલઆઉટ થયા બાદ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે રમત પૂરી થવા સૂધી 157 રન બનાવ્યા હતા.

પહેલી અને છેલ્લીવાર સચિનનો મુકાબલો જોવા માટે ગુરુવારે તેમનો આખો પરિવાર સ્ટેડિયમમાં હાજર હતો. પરિવાર ઉપરાંત આજે પણ સચિનની ટેસ્ટ જોવા માટે મોટી મોટી હસ્તીઓ સ્ટેડિયમમાં હાજર છે. સચિન પોતાની છેલ્લી ટેસ્ટ પણ એવી રીતે જ રમી રહ્યો રહ્યો છે જેવી તે શરૂઆતમાં રમતો હતો.

પ્રથમ દિવસની રમત: ભારત 157/2, 38 રન સાથે સચિન અણનમ

સચિનની પારી

સચિનની પારી

સચિન તેંડુલકર બીજા દિવસે પણ ફોર્મમાં રમી રહ્યો હતો, તેણે 74 રન ફટકારી લીધા હતા. પરંતુ નરસિંહની ઓવરમાં તે સમ્મીના હાથે કેચઆઉટ થઇ ગયો.

સચિનની 74 રનની શાનદાર પારી

સચિનની 74 રનની શાનદાર પારી

સચિનની 74 રનની શાનદાર પારી

છેલ્લી ટેસ્ટમાં પહેલી ટેસ્ટ જેવો સ્વાદ

છેલ્લી ટેસ્ટમાં પહેલી ટેસ્ટ જેવો સ્વાદ

સચિનની 74 રનની શાનદાર પારી

સચિનની અર્ધ સદી

સચિનની અર્ધ સદી

સચિને બીજા દિવસે શાનદાર અર્ધસદી નોંધાવી હતી.

સચિન 74 રન બનાવ્યા

સચિન 74 રન બનાવ્યા

સચિન 74 રન બનાવી કેચઆઉટ થઇ ગયો હતો.

સચિન તેંડુલકર સદી ના કરી શક્યો

સચિન તેંડુલકર સદી ના કરી શક્યો

સચિન તેંડુલકર સદી ના કરી શક્યો, અને ચાહકોના દિલ તૂટ્યા હતા.

વિરાટ કોહલી

વિરાટ કોહલી

વિરાટ કોહલી પણ 57 રન બનાવીને સમ્મીના હાથે કેચઆઉટ થઇ ગયો.

ચેતેશ્વર પૂજારા

ચેતેશ્વર પૂજારા

ત્યારબાદ મેચની કમાન પૂજારાએ સંભાળી હતી.

ચેતેશ્વર પૂજારા

ચેતેશ્વર પૂજારા

ત્યારબાદ મેચની કમાન પૂજારાએ સંભાળી હતી, અને શાનદાર સદી નોંધાવી હતી.

રોહિત શર્મા

રોહિત શર્મા

રોહિત શર્માએ પણ શાનદાર સદી નોંધાવી.

English summary
Sachin Tendulkar out for 74 in first innings of farewell Test.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X