For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રણજી ટ્રોફીમાં સચિનની શાનદાર સદી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

sachin-tendulkar
મુંબઇ, 3 નવેમ્બર: ખરાબ પ્રદર્શનના કારણે ટીકાઓનો સામનો કરી રહેલા સચિન તેંડુલકરે રણજી ટ્રોફીમાં મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રેલવે વિરૂદ્ધ આક્રમક સદી ફટકારી હતી. સચિને 103 બોલમાં 14 ચોગ્ગા અને ત્રણ સિક્સર મદદથી સદી ફટકારી હતી.

પ્રથમ શ્રેણી ક્રિકેટમાં તેંડુલકરની 79મી સદી હતી. દિવસ સમાપ્તિ સુધી મુંબઇ ટીમના આજિંક્ય રહાણેએ અણનમ 105 રનની મદદથી ચાર વિકેટ પર 344 રન બનાવી લીધા હતા. સચિન 136 બોલમાં 137 રન બનાવી રમી રહ્યાં છે. તો બીજી તરફ રહાણેએ 207 બોલનો સામનો કરી 14 ચોગ્ગા ફટકાર્યા છે. મુંબઇ તરફથી સચિનની 18મી સદી છે. પ્રથમ શ્રેણી ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ સુનિલ ગાવસ્કરના નામે છે. ગાવસ્કરે પ્રથમ શ્રેણીમાં 81 સદી ફટકારી છે.

જાન્યુઆરી 2001 પછી પ્રથમ શ્રેણીમાં સચિનની આ પ્રથમ સદી છે આ પહેલાં તેમને દક્ષિણ આફ્રિકાની ટીમ વિરૂદ્ધ કેપટાઉનમાં સદી ફટકારી હતી. સચિન તેંડુલકરને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિ લેવાની સલાહ આપવામાં આવી રહી છે ત્યારે સચીને સદી ફટકારી છે. 15 નવેમ્બરથી ઇગ્લેંડ વિરૂદ્ધ યોજાનારી સીરીજમાં સચિનનું આ ફોર્મ લાભદાયક સાબિત થશે.

English summary
Sachin Tendulkar scored a century playing for Mumbai against Railways on the opening day of the Ranji Trophy here at the Wankhede Stadium.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X