For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સચિને કહ્યું, ‘મારા પુત્રને એકલો છોડી દો’

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 9 સપ્ટેમ્બરઃ પોતાની 27 વર્ષ લાંબી ક્રિકેટ કારકિર્દીમાં સચિન તેંડુલકર બીજી વાર સ્પોર્ટ્સ પર્સન માટેના સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ મુંબઇ(એસજેએએમ) એવોર્ડમાં હાજરી આપવા આવ્યા હતા. જ્યાં તેણે માસ્ટર સ્ટ્રોક ફટકર્યો હતો. જેમાં તેમના પુત્ર અર્જૂન તેંડુલકરે કાંગા લીગમાં ભાગ લઇને પ્રોફેશનલ ડેબ્યુટ કરી છે, જો કે, તેમાં તે માત્ર 1 રન બનાવી શક્યો હતો અને જેને લઇને અનેક સમાચાર ચેનલોમાં વિશેષ પ્રકારના કાર્યક્રમો આપવામાં આવી રહ્યાં હતા. ત્યારે રવિવારે યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન સચિન ભાવનાશીલ થઇ ગયો હતો.

સચિને આ તકે કહ્યું, ‘ મારો પુત્ર આજે તેની પહેલી ઓફિશિયલ મેચ રમ્યો હતો. તે પેશનેટ અને ક્રિકેટને ઘણો પ્રેમ કરે છે. હું બાબતની કદર કરીશ કે બધા તેને તેની રીતે આગળ વધવા દે, તે પોતાની જાતે ઓળખ બનાવે અને તે તેની ક્રિકેટને માણે.'

sachin-tendulkar
‘જ્યારે અહીં બધા જ સ્પોર્ટ્સ જર્નલિસ્ટ હાજર છે, ત્યારે હું બચાવ કરતા પિતાની ભૂમિકામાં આવી ગયો છે. જ્યારે મે ક્રિકેટ રમવાની શરૂઆત કરી ત્યારે મારા પિતા પ્રોફેસર હતા અને મારા પર મારા પિતાના રસ્તે ચાલવા માટે કોઇપણ પ્રકારનું દબાણ નહોતું. તેમ જ કોઇપણ પ્રકારની સરખામણી નહોતી. ત્યારે અર્જુને હજું તેની કારકિર્દીની શરૂઆત કરી છે, તેથી આ એક ખરાબ વિંનતી હશે કે તે તેની રમત પ્રત્યેના પ્રેમ અંગે વિચાર્યા વગર તેની તેની જિંદગી એક 14 વર્ષના બાળકની જેમ સામાન્ય રીતે જીવે,' તેમ સચિને જણાવ્યું છે.

તેણે 1986માં જ્યારે પહેલીવાર એસજેએએમ ફંક્શનની યાદોને વાગોળતા સચિને વધુંમાં જણાવ્યું હતું કે, તમે(મીડિયા) ઘણા જ સપોર્ટિવ છો, તમે ટીકા પણ કરો છો, પરંતુ ગેમનો એક ભાગ છે, જ્યારે હું તમામ બાબત અંગે વિચારું છું, ત્યારે મારી કોઇ ફરિયાદ હોતી નથી.

English summary
It took Sachin Tendulkar 27 long years to attend his second Sports Journalists Association of Mumbai (SJAM) awards for sportspersons and says, Leave my son alone
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X