For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

72 કલાક વિચાર્યા બાદ સચિને સંન્યાસ લીધો

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

દિલ્હી, 24 ડિસેમ્બર: એક દિવસીય ક્રિકેટમાંથી સચિને સંન્યાસ લેવાનો નિર્ણય છેલ્લા 72 કલાકમાં લીધો હતો. જો કે તેમને બીસીસીઆઇને શનિવારે રાત્રે આ અંગે સૂચના આપી હતી. સચિન તેન્ડુલકરના નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર ગત ત્રણ દિવસોમાં આ અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો ત્યારબાદ શનિવારે રાત્રે બીસીસીઆઇના અધ્યક્ષ શ્રીનિવાસનને સૂચના આપી હતી.

સચીન તેન્ડુલકરના ખાસ મિત્રએ નામ ન બતાવવાની શરતે પીટીઆઇને જણાવ્યું હતું કે 'નાગપુર ટેસ્ટ બાદ તે ઘરે પરત ફર્યા તો તેમને પોતાનો મોબાઇલ સ્વિચ ઑફ કરી દિધો હતો અને ત્રણ દિવસ સુધી સંપર્ક થઇ શક્યો ન હતો. તેમનો સંપર્ક કરવાનો એકમાત્ર ઉપાય હતો તેમની પત્ની અંજલિનો મોબાઇલ નંબર કારણ કે તે પોતાના માટે થોડો સમય ફાળવવા માંગતા હતા.

sachin-poster

સૂત્રોના જણાવ્યા અનુસાર શુક્રવારે રાત્રે તેમને પોતાના પરિવારજનો અને અંગત મિત્રોને સૂચના આપી હતી કે તે એકદિવસીય ક્રિકેટને અલવિદા કહેવા માંગે છે. ત્યારબાદ તેમને બીસીસીઆઇ અધ્યક્ષ એન શ્રીનિવાસનને પોતાના નિર્ણય અંગે જાણ કરી હતી. જેથી સ્પષ્ટ થઇ ગયું હતું કે પાકિસ્તાન વિરૂદ્ધ યોજાનારી શૃંખલામાં તે રમવા માંગતા ન હતા. એવા સંકેત મળી રહ્યાં હતાં કે તેન્ડુલકર ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ યોજાનારી ટેસ્ટ શૃંખલાની તૈયારીઓના સિલસલામાં રણજી ટ્રોફીમાં મુંબઇ-ગુજરાત વચ્ચે રમાનારી મેચમાં રમશે. આ મેચ 29 ડિસેમ્બરથી એક જાન્યુઆરી વચ્ચે રમાશે.

ટેસ્ટ ક્રિકેટમાંથે તેમના સંન્યાસ અંગે પૂછવામાં આવતાં સૂત્રોએ જણાવ્યું હતું કે આ અંગે કોઇ નિર્ણય ત્યારે લેવામાં આવશે જ્યારે તે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ રમીને પોતાના પ્રદર્શન અંગે નિરક્ષણ કરશે. ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ચાર ટેસ્ટ રમવા બાદ તે 198 ટેસ્ટ પુરી કરી લેશે. બની શકે છે કે દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધની શૃંખલા રમીને 200 મેચ રમનાર તે પહેલા ક્રિકેટર બનવાનો પ્રયત્ન કરશે.

English summary
Sachin Tendulkar's decision to retire from ODIs was taken over the "last 72 hours," though he formally informed the BCCI only last night
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X