For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિશ્વ બેડમિંટનમાં સિલ્વર જીતનાર સાયના પ્રથમ ભારતીય

|
Google Oneindia Gujarati News

જકાર્તા, 17 ઓગસ્ટ: વિશ્વ બેડમિંટનની સેમીફાઇનલમાં સાયના નેહવાલના હાથે નિરાશા લાગી છે. સાયના સ્પેનની ખેલાડી કૈરોલિના મારિનથી 16-21, 19-21 સીધા બે સેટોમાં હારી ગઇ. આ હારની સાથે જ સાયનાને સિલ્વર મેડલથી જ સંતોષ માનવો પડ્યો છે.

saina nehwal
સાયના નેહવાલને કૈરોલિનાથી 3-1થી હારીને સિલ્વર મેડલની સાથે જ સંતોષ કરવો પડ્યો છે. પહેલા જ રાઉંડથી સ્પેનની કોરોલિનાએ શાનદાર રમત પ્રદર્શન કરતા મેચ પર પોતાની પકડ મજબૂત કરી લીધી હતી. જોકે પહેલા સેટમાં સાયનાએ શરૂઆત સારી કરતા 7-5ની લીડ લીધી હતી, પરંતુ આ બઢતનો ફાયદો લેવામાં સાયના નિષ્ફળ રહી.

saina nehwal
નોંધનીય છે કે આજસુધી વિશ્વ બેડમિંટનની ફાઇનલમાં કોઇપણ ભારતીય ખેલાડી પોતાનું સ્થાન બનાવવામાં સફળ નથી થયો. વિશ્વ બેડમિંટન ચેમ્પિયનશિપની શરૂઆત 1977થી થઇ હતી, ત્યારબાદથી કોઇ પણ ભારતીય ખેલાડી પોતાનું સ્થાન ફાઇનલમાં નથી બનાવી શક્યો.

saina nehwal
આ પહેલા મહાન બેડમિંટન ખેલાડી પ્રકાશ પાદુકોણે 1983માં રજત પદક જીતીને દેશનું નામ ગૌરાન્વિત કર્યું હતું. ત્યાં જ જ્વાલા ગટ્ટા અને અશ્વિની બોપન્નાએ મહિલા ડબલ્સમાં 2011માં રજત પદક જીત્યું હતું. જ્યારે પીવી સિંધુએ 2013 અને 2014માં સતત બે વાર રજત પદક જીત્યું હતું.

English summary
Saina Nehwal creates history even losing world badminton final. She become the first Indian player to win silver medal in world Badminton Championship.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X