હોંગકોંગ ઓપનના બીજા રાઉન્ડમાં પહોંચી સાઇના

જોકે સાઇનાને રમતમાં લયમાં આવતા વાર લાગી બાદમાં તે પ્રતિસ્પર્ધી અપરિલા પર સંપૂર્ણરીતે હાવી થઇ ગઇ હતી. આ સાથે પ્રણવ ચોપડા અને સિકી રેડ્ડી પણ ડબલના બીજા રાઉન્ડમાં પહોંચી ગયા છે.
તેમણે અમેરિકાના ફિલિપ ચ્યૂ અને જેમી સુબાંડીને 21-19, 21-15થી માત આપી. તરૂણ કોના અને અશ્વિની પોનપ્પાને શરૂઆતમાં જ હારનો સામનો કરવો પડ્યો હતો. આ ભારતીય જોડી મિશ્રિત યુગલમાં પોતાની પહેલી મેચ ચેન ઝૂ અને જીન એમએની શ્રેષ્ઠ ક્રમની ચીની જોડીથી 15-21, 16-21થી હારી ગઇ છે.
ચાઇના ઓપનમાં નહી રમનાર સાઇનાના સ્મેશ અને નેટ પર રમત શાનદાર રહી. તેમણે 33 મિનિટ સુધી ચાલેલા મુકાબલામાં 15 સ્મેશ વિનર્સ અને તેટલા જ નેટ વિનર્સ લગાવ્યા.












Click it and Unblock the Notifications
