For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Asian Games 2018: સેમિફાઇનલમાં સાઇના નેહવાલ હારી, બ્રોન્ઝ થી સંતોષ

ઇન્ડોનેશિયામાં ચાલી રહેલા 18માં એશિયન ગેમ્સમાં 9મોં દિવસ ભારત માટે સારા સમાચાર લઈને નથી આવ્યો.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

ઇન્ડોનેશિયામાં ચાલી રહેલા 18માં એશિયન ગેમ્સમાં 9મોં દિવસ ભારત માટે સારા સમાચાર લઈને નથી આવ્યો. આ દિવસની શરૂઆતમાં માનવામાં આવી રહ્યું હતું કે ભારતની શટલ સ્ટાર સાઇના નેહવાલ આજે સેમિફાઇનલ મેચમાં સરળતાથી જીતીને ભારતને ગોલ્ડ અપાવશે, આવી જ આશા ભારતને પીવી સિંધુ પાસે પણ હતી. બેડમિન્ટન સેમિફાઇનલ વુમન સિંગલ મેચમાં ભારતની સાઇના નેહવાલ હારી ચુકી છે, જેને કારણે તેમને બ્રોન્ઝ મેડલ સાથે જ સંતોષ માનવો પડશે.

saina nehwal

આપણે જણાવી દઈએ કે સાઇના નેહવાલનો મુકાબલો દુનિયાની નંબર 1 ખેલાડી સાથે હતો, તેવી પરિસ્થિતિમાં તેમના માટે આ મુકાબલો સરળ ના હતો પરંતુ તેમને આ મેચમાં ખુબ જ શાનદાર અને આક્રમક રમત દેખાડી હતી. એક સમયે તેમને સ્કોર 9-9 ઘ્વારા બરાબર કરી લીધો હતો. પરંતુ સાઇના નેહવાલ આ લીડ કાયમ નહીં રાખી શકી અને તાઈ જુ યિંગ તેમના પર લીડ બનાવતી ચાલી ગયી.

સાઇના નેહવાલે હાર સાથે બ્રોન્ઝ મેડલ ઘ્વારા સંતોષ માનવો પડ્યો. આપને જણાવી દઈએ કે આ મેડલ સાથે ભારત પાસે મેડલની સંખ્યા 37 થઇ ચુકી છે, જેમાં 7 ગોલ્ડ, 10 સિલ્વર અને 20 બ્રોન્ઝ મેડલ શામિલ છે. ભારત મેડલ લિસ્ટમાં 9માં સ્થાને છે.

English summary
Saina Nehwal won bronze badminton asian games 2018
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X