ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય હોકી ટીમની કમાન સરદારસિંહના હાથમાં

આ ટીમમાં છ સ્ટેન્ડબાય ખેલાડીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. બધા જ ખેલાડીઓની પસંદગી પટિયાલામાં યોજાયેલી ટ્રાયલ બાદ કરવામાં આવી છે. ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન 1થી 9 ડિસેમ્બર દરમિયાન મેલબોર્ન ખાતે યોજાવાની છે.
ભારતને ચેમ્પિયન્સ ટ્રોફી માટે પૂલ-એમાં જર્મની, ઇંગ્લેન્ડ અને ન્યૂઝિલેન્ડમાં રાખવામાં આવ્યું છે, જ્યારે ઓસ્ટ્રેલિયા, બેલ્જિયમ, નેદરલેન્ડ અને પાકિસ્તાન પૂલ-બીમાં છે.
ચેમ્પિયન્સ ટ્રોફી ઉપરાંત ખેલાડીઓ 22થી 25 નવેમ્બર સુધી પર્થમાં યોજાનાર ધી ઇન્ટરનેશનલ સુપર સીરિઝમાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરશે. આ સીરિઝમાં ભારત ઉપરાંત ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન અને ઇંગ્લેન્ડની ટીમ પણ ભાગ લેશે.
ભારતીય હોકી ટીમ આ પ્રકારે છે:
ગોલકીપર: પીઆર શ્રીજેશ, પીટી રાવ
ફુલબેક: વીઆર રઘુનાથ, રૂપિંદરપાલ સિંહ, હરબીર સિંહ
હાફ બેક: સરદાર સિંહ (કપ્તાન), કાથાજીત સિંહ, બીરેન્દ્ર લાકરા, મનપ્રીત સિંહ, ગુરમેલ સિંહ.
ફોરવર્ડ: એસવી સુનીલ, ગુરવિંદરસિંહ ચાંડી, દાનિશ મુઝ્તબા, એસકે ઉથપ્પા, નિથિન થિમૈયા, યુવરાજ વાલ્મિકી, ધર્મવીર સિંહ, અને આકાશદીપ સિંહ.
સ્ટેંડબાઇ: શ્રીનિવાસ રાવ, અમિત રોહિતદાસ, એમબી અપૈયા, ચિંગલેનસાના સિંહ, પ્રધાન્ના સોમન્ના અને પીએલ થિમન્ના.












Click it and Unblock the Notifications
