સુપરહીરો ક્રિશે નિહાળી ક્રિકેટના ભગવાનની ઇનિંગ

ક્રિકેટના ભગવાન તરીકે જાણીતા બનેલા ભારતીય ક્રિકેટ ટીમના મહાન ખેલાડી સચિન તેંડુલકર પોતાની કારકિર્દીની અંતિમ અને 200મી ટેસ્ટ મેચ મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રમી રહ્યાં છે. સચિનને અંતિમ મેચમાં રમતો જોવાની ઇચ્છા સામાન્ય ભારતીયથી માંડીને દિગ્ગજ નેતાઓ અને અભિનેતાઓના મનમાં પણ છે.

શુક્રવારે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની બીજી મેચનો બીજો દિવસ છે, જેમાં સચિને યાદગાર 74 રનની ઇનિંગ રમી છે. આ યાદગાર ઇનિંગના સાક્ષી બનવા માટે બૉલીવુડ જગતની જાણીતી હસ્તીઓ રિતિક રોશન અને આમિર ખાન પહોંચ્યા હતા. સાથે જ કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પણ વાનખેડે સ્ટેડિયમ આવ્યા હતા અને સચિનની આ ઇનિંગ નિહાળી હતી. તો ચાલો તસવીરો થકી જોઇએ કે કોણ-કોણ આ યાદગાર ઇનિંગનું સાક્ષી બન્યું છે.

વાનખેડેમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષની ઉપસ્થિતિ

વાનખેડેમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષની ઉપસ્થિતિ

વાનખેડે સ્ટેડિયમ ટેસ્ટ મેચના બીજા દિવસે રાજકારણ અને બૉલીવુડ હસ્તીથી ભરાઇ ગયું હતું. રાહુલ ગાંધી, રાહુલ બોસ, રિતિક રોશન, આસુતોષ ગોવારીકર, કીરણ રાવ, આમિર ખાન સહિતની જાણીતી હસ્તીઓ પહોંચી હતી.

બેટિંગ કરવા જઇ રહેલો સચિન

બેટિંગ કરવા જઇ રહેલો સચિન

ટેસ્ટ મેચના બીજા દિવસે બેટિંગ કરવા માટે જઇ રહેલો મહાન ક્રિકેટર સચિન તેંડુલકર, સચિન જ્યારે મેદાન પર ઉતરી રહ્યો હતો ત્યારે સ્ટેડિયમ તેના નાદથી ગુંજી ઉઠ્યું હતું.

વાનખેડેમાં પહોંચ્યો ક્રિશ

વાનખેડેમાં પહોંચ્યો ક્રિશ

સચિન તેંડુલકર પોતાની 200મી ટેસ્ટના બીજા દિવસે જ્યારે બેટિંગ કરવા માટે ઉતર્યો ત્યારે બૉલીવુડનો ક્રિશ રિતિક રોશન પણ આ અવિસ્મરણીય ઇનિંગ જોવા પહોંચી ગયો હતો, આ સમયે તેણે સચિનના પત્ની સાથે સારો એવો સમય વિતાવ્યો હતો.

સચિનના માતા સાથે ક્રિશની મુલાકાત

સચિનના માતા સાથે ક્રિશની મુલાકાત

સચિનની ઇનિંગ જોવા માટે વાનખેડે સ્ટેડિયમ પહોંચેલા રિતિક રોશને સચિન તેંડુલકરના માતા સાથે મુલાકાત કરી હતી.

સચિનની ઇનિંગ જોઇ રહેલા રાહુલ ગાંધી

સચિનની ઇનિંગ જોઇ રહેલા રાહુલ ગાંધી

વાનખેડે સ્ટેડિયમમાં પોતાની 200મી ટેસ્ટ મેચના બીજા દિવસે મેદાનમાં ઉતરેલા સચિન તેંડુલકરની ઇનિંગ જોવા માટે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પણ પહોંચ્યા હતા.

વાનખેડે બહાર પ્રશંસકોનો જમાવડો

વાનખેડે બહાર પ્રશંસકોનો જમાવડો

વાનખેડે સ્ટેડિયમ બહાર સચિન તેંડુલકરના પ્રશંસકોનો જમાવડો લાગ્યો છે.

સાક્ષી ધોનીએ જગાવ્યું આકર્ષણ

સાક્ષી ધોનીએ જગાવ્યું આકર્ષણ

મહેન્દ્ર સિંહ ધોનીના પત્ની સાક્ષી ધોની પણ સચિનની અંતિમ ટેસ્ટ ઇનિંગ જોવા માટે વાનખેડે સ્ટેડિયમ પહોંચ્યા હતા.

લકી ટીશર્ટ પહેરીને પહોંચ્યો આમિર ખાન

લકી ટીશર્ટ પહેરીને પહોંચ્યો આમિર ખાન

બૉલીવુડ અભિનેતા આમિર ખાન પોતાની લકી ટી શર્ટ પહેરીને સચિનની બીજા દિવસની ઇનિંગ જોવા માટે વાનખેડે સ્ટેડિયમ પહોંચ્યો હતો.

ગીતા બસરા સાથે યુવરાજ

ગીતા બસરા સાથે યુવરાજ

સચિનની બીજા દિવસની રમત જોવા માટે યુવરાજ સિંહ વાનખેડે પહોંચ્યો ત્યારે તેની સાથી બૉલીવુડ અભિનેત્રી ગીતા બસરા પણ જોવા મળી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X