ફેનની ધરપકડથી આફ્રિદીનું દિલ તૂટ્યુ, કહ્યુ મોદીજીને અપીલ કરીશ

Subscribe to Oneindia News

હમણાથી પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદી બહુ દુખી છે કારણકે તેના એક ફેનની એટલા માટે ધરપકડ કરવામાં આવી કારણકે તેણે એક મેચ વખતે આફ્રિદીના નામ અને નંબરવાળુ ટીશર્ટ પહેર્યુ હતુ.

shahid afridi

વાસ્તવમાં અસમમાં એક લાઇવ મેચ કરમિયાન સ્થાનિક પોલિસે ભાજપની યુવા પાંખ દ્વારા કરાયેલી ફરિયાદ બાદ રિપન ચૌધરી નામના એક યુવકની ધરપકડ કરી છે. જાણકારી મુજબ આ યુવકની ભૂલ માત્ર એટલી જ હતી કે તે આફ્રિદીનો ફેન હતો. જેના માટે તેની 120 (બી) અને 294 હેઠળ ધરપકડ કરવામાં આવી છે.

આના પર દુખી થયેલા આફ્રિદીએ એક પાકિસ્તાની અખબારને કહ્યુ કે રમતગમત અને રાજકારણ બંનેને અલગ-અલગ રાખવુ જોઇએ. હું મારા ફેનની ધરપકડથી દુખી થયો છુ માટે તે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આ મામલે અપીલ કરશે.

આફ્રિદીએ કર્યો હતો કાશ્મીરનો ઉલ્લેખ

તમને જણાવી દઇએ કે આ એ જ શાહિદ આફ્રિદી છે જે અહીં ટી20 વિશ્વકપ રમવા આવ્યો હતો ત્યારે જબદસ્તી કાશ્મીરનો મુદ્દો ઉઠાવીને ટીકાઓનો શિકાર બન્યો હતો. આ પહેલા પાકિસ્તાનમાં પણ એક વ્યક્તિને દસ વર્ષની સજા કરવામાં આવી હતી કારણકે તે વિરાટ કોહલીનો ફેન હતો અને તેણે પોતાના ઘરના ધાબા પર ભારતનો તિરંગો લહેરાવ્યો હતો. બાદમાં પંજાબની એક અદાલતે તેને જામીન આપી દીધા હતા.

English summary
Shahid Afridi has expressed disappointment about the detention of a fan wearing a jersey with the Pakistan all-rounder's number
Please Wait while comments are loading...