ભારત સામેની વનડે શ્રેણીમાં આફ્રિદીને પડતો મુકાયો

પીસીબીના મુખ્ય પસદંગીકર્તા ઇકબાલ કાસિમે કહ્યું કે અમને 2015ના વિશ્વકપને ધ્યાનમાં રાખીને ટીમની પસંદગી કરી છે, જેના કારણે અમે નવેસરથી શરુઆત કરી છે. આ પસંદગી માટે અમે ખેલાડીઓની ફિટનેસ અને તેમના પ્રદર્શનને આધાર બનાવ્યો છે. આ 2007 બાદ પહેલીવાર હશે જ્યારે પાકિસ્તાન ક્રિકેટ ટીમ ભારતમાં દ્વિપક્ષિય શ્રેણી રમવા આવશે. પાક ટીમ 22 ડિસેમ્બરે ભારત આવશે. ટીમ ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે બે ટી20 મેચો રમાશે જે ક્રમશઃ 25 અને 27 ડિસેમ્બર હશે.
પાકિસ્તાનની ટી20 ટીમઃ મોહમ્મદ હાફીઝ, કામરાન અકમલ, અહમદ શહજાદ, નાસિર જમશેદ, જુલ્ફિકાર બાબર, ઉમર અમીન, શોએબ મલિક, શાહિદ આફ્રિદી, સઇદ અજમલ, મોહમ્મદ ઇરફાન, જુનૈદ ખાન, સૌહેલ તનવીર, ઉમર ગુલ, અસદ અલી
વનડે ટીમઃ મિસ્બાહ ઉલ હક, અજહર અલી, યૂનિસ કાન, મોહમ્મદ હાફીઝ, નાસિર જમશેદ, હૈરિસ સોહેલ, કામરાન અકમલ, સઇદ અઝમલ, વહાબ રિયાઝ, જુનૈદ ખાન, ઉમર ગુલ, જુલ્ફિકાર બાબર, ઇમરાન ફરહત, ઉમર અકમલ, અનવર અલી.












Click it and Unblock the Notifications
