For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ધવન ક્રિકેટને કરી દેવાનો હતો અલવિદા

By Super
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 14 જૂનઃ ટીમ ઇન્ડિયાનો નવા વિસ્ફોટક બેટ્સેમન તરીકે ઉભરી રહેલો શિખર ધવન એ હદે નિરાશ થઇ ગયો હતો કે તેણે ક્રિકેટને અલવિદા કહેવાનો નિર્ણય કરી લીધો હતો. ધવનનું દુઃખી થવાનું કારણ અન્ય કોઇ નહીં પરંતુ તેના રણજી ટીમના સાથી ખેલાડી વિરાટ કોહલીને તેના પહેલા રાષ્ટ્રીય ટીમ માટે પસંદ કરવાનો હતો.

તે પોતાના પહેલા જૂનિયર ખેલાડી વિરાટ કોહલીને ટીમ ઇન્ડિયાની જર્સી પહેરવાની મળેલી તકને લઇને ઘણો જ દુઃખી હતો. આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં સતત બે સદી ફટકારીને ક્રિકેટ જગતમાં ચર્ચાનું કેન્દ્ર બનેલા ધવનના પહેલા કોચ તારક સિન્હાએ આ વાતનો ખુલાસો કર્યો છે.

સિન્હા અનુસાર, ધવન ટીમ ઇન્ડિયા માટે પોતાની પસંદગી નહીં થવાના કારણે ઘણો નિરાશ હતો, પરંતુ જ્યારે તેના સ્થાને જૂનિયર ખેલાડી વિરાટ કોહલીને ટીમમાં સ્થાન મળ્યું ત્યારે તે આ વાતને લઇને ભાંગી પડ્યો હતો.

ક્રિકેટ છોડવાનો લઇ લીધો હતો નિર્ણય

ક્રિકેટ છોડવાનો લઇ લીધો હતો નિર્ણય

સિન્હાએ કહ્યું કે, ઘણી વખત ધવન ટીમમાં સ્થાન મેળવવામાં ચૂકી ગયો હતો. એ દરમિયાન એક એવો સમય હતો જ્યારે ધવન પોતાની પસંદગી ટીમ ઇન્ડિયામાં નહીં થવાથી એટલો બધો નિરાશ થઇ ગયો હતો કે તેમે ક્રિકેટ છોડવાનું નક્કી કરી લીધું હતું.

પ્રોત્સાહિત કરવો હતો મુશ્કેલ

પ્રોત્સાહિત કરવો હતો મુશ્કેલ

સિન્હાએ કહ્યું કે, ધવન મને હંમેશા પૂછતો હતો કે હું એક સારો ખેલાડી છું પરંતુ તેમ છતાં મને કેમ પસંદ કરવામાં આવતો નથી. તેણે ક્રિકેટ રમતા રહેવા માટે પ્રોત્સાહિત કરવું એક સમયે ઘણું મુશ્કેલ થઇ ગયું હતું. હું હંમેશા તેને રમતો રહેવા મટે કહેતો હતો. હું આજે તેને લઇને ઘણો ખુશ છું.

2003-04માં આવ્યો હતો લાઇમ લાઇટમાં

2003-04માં આવ્યો હતો લાઇમ લાઇટમાં

વર્ષ 2003-04મા ઘવન એ સમયે લાઇમ લાઇટમાં આવ્યો હતો જ્યારે તેને અન્ડર 19 વિશ્વકપમાં પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ આંધ્ર પ્રદેશ માટે તેમે પ્રથમ શ્રેણી ક્રિકેટમાં ડગ માંડ્યુ. ધવન દિલ્હીના અનુભવી ખેલાડીઓ ગૌતમ ગંભીર અને વિરેન્દ્ર સેહવાગ સાથે પ્રથમ શ્રેણી ક્રિકેટ રમી ચૂક્યો છે.

ધવન ક્રિકેટને કરી દેવાનો હતો અલવિદા

ધવન ક્રિકેટને કરી દેવાનો હતો અલવિદા

ધવન ક્રિકેટને કરી દેવાનો હતો અલવિદા

English summary
repeatedly ignored for Team India, southpaw was dejected, reveals his first coach Tarak Sinha
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X