ચેમ્પિયન્સ લીગની ફાઇનલમાં પહોંચી મુંબઇ ઇન્ડિયન્સ

નવી દિલ્હી, 6 ઓક્ટોબરઃ દિલ્હીના ફિરોજશાહ કોટલામાં રમાયેલી ચેમ્પિયન્સ લીગ ટી20ની બીજી રોમાંચક સેમીફાઇનલમાં મુંબઇ ઇન્ડિયન્સે ત્રિનદાદ એન્ડ ટોબૈગોને 6 વિકેટથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ મેળવી લેધી છે. ફાઇનલમાં મુંબઇ ઇન્ડિયન્સ રાજસ્થાન રોયલ્સ સાથે ટકરાશે. ત્રિનદાદ એન્ડ ટોબૈગોએ લુઇસની અડધી સદીની મદદથી 153 રન બનાવ્યા હતા. જેના જવાબમાં મુંબઇએ સ્મિથ, સચિન અને દિનેશ કાર્તિકની શાનદાર ઇનિંગની મદદથી 19મી ઓવરમાં જ વિજય હાંસલ કરી લીધો હતો.

આ પહેલાં મુંબઇએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને ત્રિનદાદને બેટિંગ માટે આમંત્રણ પાઠવ્યું હતું. બેટિંગ કરવા આવેલા ત્રિનદાદની પહેલી વિકેટ સિમ્મોન્સના રૂપમાં પડી હતી, ત્યારબાદ બ્રેવો 14, લેવિસ 62, રામદિન 9, પૂરણ 15 રન બનાવી આઉટ થયા હતા. જ્યારે ઓટ્લેએ અણનમ 41 રનની ઇનિંગ રમી હતી. ત્રિનદાદ તરફથી લેવિસે સર્વાધિક 62 રનની ઇનિંગ રમી હતી. જ્યારે મુંબઇ તરફથી જ્હોન્સન, હરભજન સિંહ, કલ્ટર નિલે, પોલાર્ડ અને ઓઝાને એક-એક વિકેટ મળી હતી.

mumbai-indians
ત્રિનદાદ તરફથી મળેલા 154 રનના લક્ષ્યાંકનો પીછો કરતી મુંબઇ ઇન્ડિયન્સની શરૂઆત શાનદાર રહી હતી. મુંબઇની પહેલી વિકેટ સચિન તેંડુલકરના રૂપમાં પડી હતી. તેંડુલકરે 35 રન બનાવ્યા હતા. ત્યારબાદ, રાયડુ 0, સ્મિથ 59,. શર્મા 25 રન બનાવી આઉટ થયા હતા. જ્યારે દિનેશ કાર્તિકે અણનમ 33 રનની ઇનિંગ રમી હતી. મુંબઇ તરફથી સ્મિથે સર્વાધિક 59 રનની ઇનિંગ રમી હતી. જ્યારે ત્રિનદાદ તરફથી નારિને ત્રણ અને સિમોન્સે એક વિકેટ લીધી હતી. સ્મિથને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X